<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારઘી ધ્વરા આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ

કલેક્ટર ડો. સૌરભ પારઘીના ધ્વરા અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી પણ વેગીલી બની

બારડોલી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થતાં જ સુરત જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારઘીના વડપણ હેઠળ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવાયો છે અને અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી પણ વેગીલી બની છે.

લોકશાહીના પર્વમાં મતદારો ઉત્સાહભેર ભાગ લે તે માટે જિલ્લા તંત્ર દ્વારા આગામી દિવસોમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આચારસંહિતા ભંગ ન થાય તે માટે પણ વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

સુરત જિલ્લાની ચૂંટણી આંકડાના આયનામાં

ઝીરો ટોલરન્સ પોલિસી :

કલેક્ટર ડો. સૌરભ પારઘીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આચારસંહિતાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને અત્યારથી જ ""માસ્ટર ટ્રેનિંગ"" આપવામાં આવી રહી છે જેથી મતદાનના દિવસે કોઈ ક્ષતિ ન રહી જાય. ""મતદાન એ જ મહાદાન"" સૂત્ર સાથે જિલ્લામાં સેલ્ફી પોઈન્ટ્સ અને શેરી નાટકો દ્વારા જાગૃતિ લાવવામાં આવશે.

કલેક્ટરે અધિકારીઓને સોંપ્યું હોમવર્ક‎

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરો અને R.O./A.R.O. સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ‘માઈક્રો પ્લાનિંગ’ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

મુરલીક્રિષ્નાએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં સુરત કલેકટરે જિલ્લાની વ્યુહરચના અને તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો હતો.

(11:19 AM IST)