News of Friday, 3rd April 2026
વાવ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકામાં મોડી રાતે પડેલા કમોસમી વરસાદ: ઉભા પાકને નુક્શાનની ભીતિ
રવિ પાક માટે આ વરસાદ અનુકૂળ ન હોવાથી ઉત્પાદન પર અસર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકામાં મોડી રાતે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે. અચાનક પડેલા માવઠાના કારણે ઉભી પાકને નુકસાન થવાની ભીતિ વધતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખાસ કરીને રવિ પાક માટે આ વરસાદ અનુકૂળ ન હોવાથી ઉત્પાદન પર અસર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો હવે આકાશ તરફ નજર રાખીને પાક બચાવવા માટે ચિંતિત દેખાઈ રહ્યા છે
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
