<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો :2.254 કિલો ગાંજાના જથ્થા સાથે બેંગકોકથી આવેલા બે ભારતીય યાત્રીઓની ધરપકડ

બેગમાંથી વેક્યુમ પેક કરેલા 8 પેકેટ્સ મળી આવ્યા:બંને યાત્રીઓ મધ્યપ્રદેશ જબલપુરના હોવાનું સામે આવ્યું:ગાંજો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા ભારતીય યાત્રીઓ પાસેથી ગાંજો મળી આવ્યો છે.ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

 

AIU ને મળેલી માહિતીના આધારે વિયેટજેટ ફ્લાઈટના યાત્રીઓની તપાસ કરવામાં આવી હતી.બેંગકોકથી અમદાવાદ આવેલા ભારતીય યાત્રીઓ પાસેથી 2.254 કિલો ગાંજો મળી આવ્યો હતો.બેગમાંથી વેક્યુમ પેક કરેલા 8 પેકેટ્સ મળી આવ્યા છે.બંને યાત્રીઓ મધ્યપ્રદેશ જબલપુરના હોવાનું સામે આવ્યું છે.ગાંજો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(1:49 PM IST)