<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ગુજરાતના ન્‍યાયતંત્રમાં AI યુગની શરૂઆત : બે દિવસીય વાર્ષિક કોન્‍ફરન્‍સનું આયોજન : આધુનિક ટેકનોલોજી અંગે ચર્ચા થશે

આવતીકાલ તા.૪ ને પ બે દિવસના મહાસંમેલનમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્‍ટીસ સમગ્ર રાજયના પ૭પ ન્‍યાયીક ઓફીસરો ઉપસ્‍થિત રહેશેઃ ન્‍યાયતંત્રમાં નવા યુગની શરૂઆત થશે

રાજકોટ, તા., ૩ :  ગુજરાતના ન્‍યાયતંત્રમાં AI યુગની શરૂઆત થઈ છે હાઈકોર્ટમાં હવે ફ્રી ‘E-Certified Copy’ મળશે આ અંગે બે દિવસીય વાર્ષિક કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું છે

    આ નવતર પ્રયોગો અને ન્‍યાયિક સુધારા અંગે ચર્ચા કરવા માટે આગામી ૪ અને ૫ એપ્રિલના રોજ એક વિશેષ વાર્ષિક કોન્‍ફરન્‍સ (Annual Conference) નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ (High Court Auditorium) ખાતે યોજાશે. આ બે દિવસીય સંમેલનમાં ન્‍યાયતંત્રમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને ભવિષ્‍યના પડકારો વિશે ગહન ચર્ચાઓ કરવામાં આવશે.

   આ ગરિમાપૂર્ણ કાર્યક્રમના ઉદ્ધાટન સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના  ન્‍યાયમૂર્તિ વિક્રમનાથ (Justice Vikram Nath) મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે. ઉલ્લેખનીય છે કે જસ્‍ટિસ વિક્રમનાથ અગાઉ ગુજરાત હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ રહી ચૂકયા છે, તેથી તેમની ઉપસ્‍થિતિ આ ઇવેન્‍ટ માટે અત્‍યંત મહત્‍વની માનવામાં આવે છે. તેઓ ન્‍યાયતંત્રમાં AI ના ઉપયોગ અને ડિજિટાઈઝેશનના મહત્‍વ પર માર્ગદર્શન આપશે.

   ન્‍યાયિક અધિકારીઓનું  આ મહાસંમેલનમાં આ કોન્‍ફરન્‍સમાં સમગ્ર રાજ્‍યમાંથી અંદાજિત ૫૭૫ જેટલા ન્‍યાયિક અધિકારીઓ (Judicial Officers) ભાગ લેશે. આ ઉપરાંત, તાજેતરમાં નિમણૂક પામેલા ૧૦૩ જેટલા નવનિયુક્‍ત સિવિલ જજ (Civil Judges) પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. નવા જજો માટે આ એક ઉત્તમ તક હશે  જ્‍યાં તેઓ સિનિયર જસ્‍ટિસના અનુભવોમાંથી શીખી શકશે અને આધુનિક ન્‍યાયિક પ્રણાલીથી માહિતગાર થશે તેમ જાણવા મળે છે. 

(3:48 PM IST)