News of Friday, 3rd April 2026
સંસ્કૃત અને ભાગવતમાં સિધ્ધી

મુળ વતન થોરડી નિવાસી હાલ સાવરકુંડલા હિતેશભાઇ ભીખુભાઇ રવૈયા તથા સ્વ. શોભનાબેન રવૈયાના પુત્ર ચિ. ભદ્રાક્ષ રવૈયાએ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે એસ.વાય.બી.એ. (સંસ્કૃત)માં અભ્યાસ દરમિયાન ગાંધીનગર રાજભવન ખાતે શ્રી ગીતા ભુષણ એવોર્ડ તેમજ રૂ.૫૧ હજાર પ્રોત્સાહન પુરસ્કાર મેળવેલ છે. તેમજ હાલમાં જ લેવાયેલ ભારતીય શાષાો સ્પર્ધા કાંચીપુરમ ખાતે શ્રીમદ્દ ભાગવદ ગીતામાં ગોલ્ડ મેડલ હાંસલ. તેમને ૧૮ અધ્યાય (૭૦૦ શ્લોક) કડકડાટ કંઠસ્થ છે. હજુ માત્ર ૧૭ વર્ષની વયે આટલી સફળતા બદલ તેમને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
