<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

લોનની રકમ બાકી હશે તો બેંકમાં ગેરેન્‍ટરનું એકાઉન્‍ટ ફ્રીઝ થઈ જશે

સુરત જિલ્‍લા ગ્રાહક કમિશનનો મહત્ત્વનો ચુકાદો

સુરત તા.૩: ગેરેન્‍ટરનું ફીઝ કરેલું એકાઉન્‍ટ ઓપરેટ કરવાની માંગણી રદ કરી ૫૦ હજારનો દંડ ફટકારાયો એક મહત્ત્વપૂર્ણ અને ધ્‍યાનમાં લેવા જેવા ચુકાદા અંતર્ગત લોન લેનાર વ્‍યક્‍તિની સાથે ગેરેન્‍ટર તરીકે રહ્યા અને લોનની રકમ બાકી હશે તો બેંક દ્વારા ગેરેન્‍ટરનું એકાઉન્‍ટ પણ ફીઝ કરી શકાઇ છે, તેમ ટાંકીને ફીઝ કરેલું એક એકાઉન્‍ટ ઓપરેટ કરવાની માંગણી રદ્દ કરવાની સાથે ફરિયાદીને ૫૦ હજારનો દંડ કરતો ચુકાદો આપવામાં આવ્‍યો હતો.

આ કેસની વિગત મુજબ સુરતમાં રહેતી અંકિતા નામની મહિલાનું એકાઉન્‍ટ બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા ફીઝ કરી દેવાયું હતું. આ બેંક એકાઉન્‍ટમાં પાંચ લાખથી પણ વધુની રકમ હતી. પતિની સાથે ઝઘડો થતા અંકિતા અલગ રહેવા જતી અને ત્‍યારબાદ આ રકમની ઉપાડવા માટે તેને બેંકમાં અરજી કરી હતી, પરંતુ બેંક દ્વારા ફીઝ એકાઉન્‍ટ ખોલવાની ના પાડીને ઓપરેટ કરવાની સુરતના ઇતિહાસમાં સંભવત સૌપ્રથમવાર આવો ચુકાદો આવ્‍યોઃ વકીલ શ્રેયસ દેસાઇ

આ અંગે વકીલ શ્રેયસ દેસાઇએ જણાવ્‍યું હતું કે, બેંકના ગેરેન્‍ટરનું એકાઉન્‍ટ ફીઝ કર્યા બાદ તેને ઓપરેટ કરવાની અરજીને રદ્દ કરવાની સાથે સાથે ફરિયાદીને રૂ. ૫૦ હજારનો દંડ કરાયો હોવાનો સુરતમાં સંભવતઃ સીપ્રથમવાર ચુકાદો આવ્‍યો છે. જે વ્‍યક્‍તિ લોન લેનારની સાથે ગેરેન્‍ટર બન્‍યા છે તેઓની જવાબદારી પણ લોન લેવામાં ફિક્‍સ બની જાય છે. આ જ કારણે ફરિયાદીની અરજી રદ્દ કરાઇ હોવાનું વકીલે જણાવ્‍યું હતું.

સુરતના ઇતિહાસમાં સંભવત સૌપ્રથમવાર આવો ચુકાદો આવ્‍યોઃ વકીલ શ્રેયસ દેસાઇ

આ અંગે વકીલ શ્રેયસ દેસાઇએ જણાવ્‍યું હતું કે, બેંકના ગેરેન્‍ટરનું એકાઉન્‍ટ ફીઝ કર્યા બાદ તેને ઓપરેટ કરવાની અરજીને રદ્દ કરવાની સાથે સાથે ફરિયાદીને રૂ. ૫૦ હજારનો દંડ કરાયો હોવાનો સુરતમાં સંભવતઃ સીપ્રથમવાર ચુકાદો આવ્‍યો છે. જે વ્‍યક્‍તિ લોન લેનારની સાથે ગેરેન્‍ટર બન્‍યા છે તેઓની જવાબદારી પણ લોન લેવામાં ફિક્‍સ બની જાય છે. આ જ કારણે ફરિયાદીની અરજી રદ્દ કરાઇ હોવાનું વકીલે જણાવ્‍યું હતુ.

(3:12 PM IST)