News of Friday, 3rd April 2026
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં GST વગરનું 4.89 લાખનું બિલ રજૂ કરીને મંજૂર કરી દેવાયાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
નિયમ મુજબ પાંચ હજારથી વધુના બિલ પર GST જરૂરી :વાહન સર્વિસના 36500 જ્યારે વાહનમાં વાલ્વ બદલવાના પણ 18000 બિલ મંજૂર કરાયાનો આક્ષેપ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલ કૌભાડ ચાલતુ હોવાનો કોગ્રેસે આક્ષેપ કર્યો છે. વાહનના સમારકામમાં ભ્રષ્ટાચાર આચર્યું હોવાનો આક્ષેપ થયો છે, . અમદાવાદ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના વાહનનું બિલ તલોદના સર્વિસ સેન્ટરનું મૂકાયું હતું . 4.89 લાખનું GST વગરનું બિલ રજૂ કરીને મંજૂર કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. નિયમ મુજબ પાંચ હજારથી વધુના બિલ પર GST જરૂરી છે . વાહન સર્વિસના 36500 જ્યારે વાહનમાં વાલ્વ બદલવાના પણ 18000 બિલ મંજૂર કરાયાનો આક્ષેપ કર્યો છે 36 હજારથી લઈ 4 લાખ 86 હજારના વાંધાજનક બિલ કોંગ્રેસે રજૂ કર્યા હતા . સિવિલ હોસ્પિટલમાં મુકાતા બિલોની તપાસ કરાવવા માંગ ઉઠાવી છે .
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
