<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અરવલ્લી જિલ્લાના બાયડ ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલને હોદ્દા પરથી હટાવી દેવાયા

પેપર લીક કૌભાંડમાં આકાશ પટેલ આરોપી હોવાથી વિવાદ: 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મુદ્દે ATSએ કરી હતી ધરપકડ

અરવલ્લી જિલ્લાના બાયડ ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલના વિવાદનો મામલે પાર્ટીએ આખરે પગલાં ભર્યા છે.  વિવાદ બાદ ભાજપ યુવા મોરચા પ્રમુખ આકાશ પટેલને હોદ્દા પરથી દુર કરાયા છે. પેપર લીક કૌભાંડમાં આકાશ પટેલ આરોપી હોવાથી થયો હતો વિવાદ. 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મુદ્દે ATSએ કરી હતી ધરપકડ કરવામાં આવી હતી. બાયડ શહેર યુવા મોરચાના નવા પ્રમુખ તરીકે માનવ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.

 

(9:42 PM IST)