News of Saturday, 4th April 2026
ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ : ચૂંટણી પંચ નિષ્ક્રિય : હેમાંગ રાવલ
પંચની મુખ્ય જવાબદારી માત્ર આચારસંહિતા જાહેર કરવાની નથી, પરંતુ તેના કડક અને તાત્કાલિક અમલને સુનિヘતિ કરવાની છે

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ લાગુ થયેલી આદર્શ આચારસંહિતાના શાસક પક્ષ દ્વારા થઈ રહેલા ગંભીર અને વ્યાપક ઉલ્લંઘનો અંગે ચિંતાજનક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩(ડ) અને ૨૪૩(વક) મુજબ રાજ્ય ચૂંટણી આયોગને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવાની સંવિધાનિક જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ પડે છે અને તે દરમિયાન સરકાર, શાસક પક્ષ અથવા જાહેર સંસ્થાઓ દ્વારા કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર કે લાભ મેળવવાનો પ્રયાસ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. છતાંય રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી દર્શાવે છે ક,ે આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
તેઓએ જણાવેલ કે ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી માત્ર આચારસંહિતા જાહેર કરવાની નથી, પરંતુ તેના કડક અને તાત્કાલિક અમલને સુનિヘતિ કરવાની છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવું અને તેની અસરકારક દેખરેખ રાખવી આવશ્યક છે. જો આચારસંહિતાના ભંગની ઘટનાઓ સામે સમયસર કાર્યવાહી ન થાય, તો ચૂંટણીની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થાય છે.
હેમાંગ રાવલે આક્ષેપ કર્યો કે શાસક પક્ષના પ્રભાવ હેઠળ વિવિધ સરકારી અને અર્ધસરકારી વિભાગો પણ આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે.
તેમણે વિગતવાર ઉદાહરણો આપતા જણાવ્યું કે : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની બસોમાં સરકારની યોજનાઓ સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાઓ પ્રદર્શિત થઈ રહ્યા છે, જે જાહેર નાણાંના ઉપયોગથી પરોક્ષ પ્રચાર સમાન છે. એજ રીતે રાષ્ટ્રીય અને સહકારી બેંકોમાં રાજકીય નેતાઓના ફોટા સાથેના બેનરો અને ATM માં જાહેરાતો હજી દૂર કરવામાં આવ્યા નથી. તેમજ ધારાસભ્યો અને કોર્પોરેટરોના ફંડથી થયેલા વિકાસ કાર્યોમાં તેમના નામો અને ઓળખ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી રહી છે. શહેરો અને તાલુકાઓની જાહેર દીવાલો પર શાસક પક્ષના ચિホો સાથે પેઈન્ટિંગ્સ જોવા મળે છે.
અંતમાં હેમાંગ રાવલે જણાવ્યું કે ચૂંટણી પંચે માત્ર માર્ગદર્શિકા જારી કરીને પોતાની જવાબદારી પૂર્ણ માનવી નહીં, પરંતુ રાજ્યવ્યાપી મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરી, તાત્કાલિક તપાસ કરી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ માટે જિલ્લા સ્તરે વિશેષ ટીમો રચવી, ૨૪ કલાકમાં રિર્પોટિંગ મિકેનિઝમ અમલમાં મૂકવો અને ઉલ્લંઘન સામે દંડાત્મક પગલાં લેવા જરૂરી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
