તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 4th April 2026
સુરતમાં BRTS રૂટના ખોટકાયેલા સ્વીંગ ગેટને ફરી કાર્યરત કરવા કવાયત શરૂ
270 બંધ સ્વીંગ ગેટને ફરી કાર્યરત કરવાની કામગીરી:મેન્ટેનન્સના અભાવે ઘણા સમયથી સ્વીંગ ગેટ બંધ હાલતમાં:ટ્રાફિક BRTS પ્રોજેક્ટ સેલે રૂ. 2.37 કરોડથી વધુનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું

સુરતમાં BRTS રૂટના ખોટકાયેલા સ્વીંગ ગેટને ફરી કાર્યરત કરવા કવાયત શરૂ થઈ છે. બસ સેવાને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે પાલિકાનો પ્રયાસ ચાલી રહ્યો છે. 270 બંધ સ્વીંગ ગેટને ફરી કાર્યરત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. મેન્ટેનન્સના અભાવે ઘણા સમયથી સ્વીંગ ગેટ બંધ હાલતમાં હતા. ટ્રાફિક BRTS પ્રોજેક્ટ સેલે રૂ. 2.37 કરોડથી વધુનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. ટેન્ડર અંતર્ગત પાંચ વર્ષ સુધી તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે. સ્વીંગ ગેટમાં નવી ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવશે. ગેટને બળજબરીથી ખોલવાનો પ્રયાસ કરાશે તો તુરંત જ બેલ વાગશે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
