<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટ બહાર પનીર અંગે જાણકારી આપતા પોસ્ટર લગાવવાની શરૂઆત

શુદ્ધ અને એનાલોગ પનીરના ઉપયોગ અંગે સ્પષ્ટતા કરતા બેનર હવે ગ્રાહકોને દેખાશે: સરકારના સૂચન અનુસાર આ નિર્ણયનો અમલ શરૂ થયો

સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટ બહાર પનીર અંગે જાણકારી આપતા પોસ્ટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. શુદ્ધ અને એનાલોગ પનીરના ઉપયોગ અંગે સ્પષ્ટતા કરતા બેનર હવે ગ્રાહકોને દેખાશે. સરકારના સૂચન અનુસાર આ નિર્ણયનો અમલ શરૂ થયો છે, અને સુરતના રેલ્વે સ્ટેશન નજીક આવેલા અનેક રેસ્ટોરન્ટમાં આવા બેનર લગાવવામાં આવ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટમાં કયા પ્રકારનું પનીર વપરાય છે તેની માહિતી હવે ખુલ્લેઆમ આપવામાં આવી રહી છે, જેથી ગ્રાહકોને પારદર્શક માહિતી મળી રહે. શહેરની ઘણી રેસ્ટોરન્ટમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે અને ગ્રાહક હવે પોતાની પસંદગી મુજબ પનીર પસંદ કરી શકશે. સરકાર દ્વારા દરેક રેસ્ટોરન્ટને પનીર અંગે સ્પષ્ટ માહિતી આપતા બેનર લગાવવા આદેશ આપવામાં આવ્યા છે, જેથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે જાગૃતિ વધે.

(1:59 PM IST)