<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

SME IPO લિસ્‍ટિંગમાં મહારાષ્ટ્રને પછાડી ગુજરાત બન્‍યું દેશમાં નંબર-૧

નાણાકીય વર્ષ ૨૦૨૬માં ગુજરાત સ્‍થિત ૫૯ કંપનીઓએ SME IPOનો માર્ગ અપનાવ્‍યોઃ જે મહારાષ્ટ્રની ૫૫ કંપનીઓ કરતા વધુ છે : ગુજરાત SME IPO માટે પાવરહાઉસ બની ગયું: SMEs એ રૂ.૨૨૭૫ કરોડ એકત્ર કર્યા છે

અમદાવાદ,તા.૦૪: ગુજરાતીઓની ઓળખ વેપારી પ્રજા અને શેરબજારમાંથી કમાણી કરતાં લોકો તરીકેની છે. હાલ શેરબજારમાં મંદીનો માહોલ છે.  એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે ગુજરાતીઓ સહિત દેશભરના રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્‍યો છે. માર્ચ મહિનાને બાદ કરતાં શેરબજારમાં મોટાભાગે તેજીનો માહોલ જોવા મળ્‍યો હતો. પ્રથમ વખત ગુજરાત મહારાષ્ટ્રને પછાડીને SME IPO લિસ્‍ટિંગમાં આગળ નીકળી ગયું હતું.

NSE Emerge અને BSE SME ના ડેટા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ગુજરાત સ્‍થિત ૫૯ કંપનીઓએ SME IPO નો માર્ગ અપનાવ્‍યો હતો, જે મહારાષ્ટ્રની ૫૫ કંપનીઓ કરતા વધુ છે. રાજ્‍યએ વાર્ષિક ફંડ એકત્ર કરવામાં પણ અત્‍યાર સુધીનો સર્વોચ્‍ચ આંકડો નોંધાવ્‍યો હતો.

ગુજરાતના SMEs એ રૂ.૨૨૭૫ કરોડ એકત્ર કર્યા છે, જે FY25 માં રૂ.૧૯૭૩ કરોડ અને FY24 માં રૂ.૧૫૦૯ કરોડ હતા. જોકે, મહારાષ્ટ્ર રૂ.૩૧૪૮ કરોડ સાથે ફંડ એકત્ર કરવામાં હજુ પણ પ્રથમ સ્‍થાને છે, પરંતુ ગુજરાતનો ઉદય લ્‍પ્‍ચ્‍ સેગમેન્‍ટમાં તેના વધતા વર્ચસ્‍વનો સંકેત આપે છે.

ગુજરાતના કુલ આંકડામાંથી, NSE Emerge પર લિસ્‍ટેડ ૨૨ કંપનીઓએ રૂ.૯૯૨ કરોડ અને BSE SME પર લિસ્‍ટેડ ૩૭ કંપનીઓએ રૂ.૧૨૮૩ કરોડ ઉભા કર્યા હતા. સમગ્ર ભારતની વાત કરીએ તો, FY26માં ૨૫૭ કંપનીઓએ SME IPO દ્વારા કુલ રૂ.૧૧,૬૫૮ કરોડ એકત્ર કર્યા છે, જે FY25 માં ૨૪૧ કંપનીઓ દ્વારા મેળવેલા રૂ.૯૮૧૧ કરોડ કરતા વધુ છે. આ યાદીમાં દિલ્‍હી ૪૧ લિસ્‍ટિંગ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.

સૂત્રો ગુજરાતની આ સિદ્ધિ પાછળ પાછળ મજબૂત ઔદ્યોગિક આધાર અને રોકાણકારોના ઉત્‍સાહને જવાબદાર માને છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાત SME IPO માટે પાવરહાઉસ બની ગયું છે. ઐતિહાસિક રીતે મહારાષ્ટ્ર લાર્જ-કેપ લિસ્‍ટિંગમાં મોખરે રહ્યું છે, પરંતુ ગુજરાતમાં SME પ્રત્‍યેનો આકર્ષક માહોલ રાજ્‍યની આક્રમક નીતિ અને નાના વ્‍યવસાયિકોના મૂડી પ્રત્‍યેના બદલાયેલા લ્લષ્ટિકોણનું મિશ્રણ છે. SME IPO માટે પરિપક્‍વ નાના વ્‍યવસાયોની જરૂર હોય છે અને ગુજરાતના ઔદ્યોગિક ક્‍લસ્‍ટરો આ જરૂરિયાત પૂરી પાડે છે, જે ફંડ મળ્‍યા પછી SMEs માટે વૃદ્ધિની પ્રબળ શક્‍યતાઓને સુનિヘતિ કરે છે.

 આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગસાહસિકો મૂડીબજારને વધુ સારી રીતે સમજે છે અને આ જ મુખ્‍ય કારણ છે કે બંને રાજ્‍યો આ સેગમેન્‍ટમાં અગ્રેસર છે. SEBI અને સ્‍ટોક એક્‍સચેન્‍જોએ SME IPO માટે કડક નિયમો અમલમાં મૂક્‍યા છે, જેમાં છેલ્‍લા ત્રણ વર્ષમાંથી બે વર્ષ માટે લઘુત્તમ રૂ.૧ કરોડનો ઓપરેટિગ પ્રોફિટ હોવો અનિવાર્ય છે. આનાથી રોકાણકારો કંપનીઓની ગુણવત્તા બાબતે વધુ સુરક્ષિત અનુભવે છે. કડક નિયમો અને છેલ્‍લા ક્‍વાર્ટરમાં નબળી ગતિ હોવા છતાં, ગુજરાતે સમગ્ર વર્ષ દરમિયાન વૃદ્ધિ નોંધાવી છે.

 

(2:39 PM IST)