<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સમગ્ર ગુજરાતમાં હોટલ-રેસ્ટોરન્ટમાં પનીર અને એનાલોગ પનીરના ડિસ્પ્લે બોર્ડ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ : અમદાવાદ, સુરત અને રાજકોટમાં તપાસનો ધમધમાટ

રાજ્યભરમાં ૩૪૭ પેઢીઓની સઘન ચકાસણી કરી ૬૧૫ કિગ્રા અખાદ્ય જથ્થાનો નાશ કરાયો અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો પાસેથી કુલ ૧.૪૦ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો

ગાંધીનગર:ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યભરની હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા પર વપરાતા પનીર તેમજ એનાલોગ પનીરના ડિસ્પ્લે બોર્ડ પ્રદર્શિત કરવા બાબતે તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ખાસ ડ્રાઈવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ખાણીપીણીના રેસ્ટોરેન્ટ, ધાબા તથા લારી-ગલ્લાઓ મળી કુલ ૩૪૭ પેઢીઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તંત્ર દ્વારા અંદાજે ૬૧૫ કિગ્રા જેટલો શંકાસ્પદ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી અને દંડ:
તપાસની વિગતો મુજબ, અમદાવાદના મણીનગર, નિકોલ, નવરંગપુરા અને જોધપુર જેવા વિસ્તારોમાં નિયમોનું પાલન ન કરતી પેઢીઓ પાસેથી કુલ ૧,૪૦,૮૦૦/- ની દંડની રકમ વસૂલવામાં આવી છે. શહેરવાર અને પેઢીવાર દંડની વિગત નીચે મુજબ છે:
 * બાલાજી વેફર્સ, જોધપુર, અમદાવાદ: ૨૫૦૦૦/- નો દંડ.
 * લા ફીએસ્ટા રેસ્ટોરંટ, નિકોલ, અમદાવાદ: ૮૦૦૦/- નો દંડ.
 * લાપીસ્ટા રેસ્ટોરન્ટ, નિકોલ, અમદાવાદ: ૮૦૦૦/- નો દંડ.
 * પ્રાચી ફુડસ-શક્તિ સેન્ડવીચ, મણીનગર, અમદાવાદ: ૫૦૦૦/- નો દંડ.
 * સંજયભાઈ ગોરધનભાઈ પ્રજાપતીની હોટલ: ૫૦૦૦/- નો દંડ.
 * કિરણ ક્રાફ્ટ પ્રા.લી., મકરબા, અમદાવાદ: ૫૦૦૦/- નો દંડ.
 * એચઆરપીએલ રેસ્ટોરન્ટ પ્રા.લી., નવરંગપુરા, અમદાવાદ: ૫૦૦૦/- નો દંડ.
 * પંજાબી તડકા રેસ્ટોરન્ટ, મણીનગર, અમદાવાદ: ૩૦૦૦/- નો દંડ.
 * નિક્કી ફુડસ, મણીનગર, અમદાવાદ: ૩૦૦૦/- નો દંડ.
 * રેકટક પીઝા, પાંજરાપોળ, અમદાવાદ: ૩૦૦૦/- નો દંડ.
 * હાઉસ ઓફ મોમોઝ, મણીનગર, અમદાવાદ: ૨૦૦૦/- નો દંડ.
 * મોમોસ હાઉસ, મણીનગર, અમદાવાદ: ૨૦૦૦/- નો દંડ.
 * હોટલ પીઠેરીયા, નવરંગપુરા, અમદાવાદ: ૨૦૦૦/- નો દંડ.
 * ભૈરવનાથ ભોજનાલય, ભાઇપુરા, અમદાવાદ: ૨૦૦૦/- નો દંડ.
 * દેવનંદન ટી સ્ટોલ, નવરંગપુરા, અમદાવાદ: ૧૦૦૦/- નો દંડ.
 * બહુચર ભાજીપાઉ એન્ડ પુલાવ, મણીનગર, અમદાવાદ: ૧૦૦૦/- નો દંડ.

આ ઉપરાંત અન્ય એક પેઢી પાસેથી ૫૦૦૦/- અને જમાલપુર, અમદાવાદમાં આવેલ મોઇન સમોસા સામે પણ દંડનીય કાર્યવાહી કરાઈ છે.

સુરત અને રાજકોટમાં પણ તંત્રનો સપાટો:
અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ફૂડ વિભાગે તપાસ તેજ કરી હતી.
 * સુરત મહાનગરપાલિકા: સુરત વિસ્તારની પેઢીઓ પાસેથી કુલ ૫૨,૩૦૦/- નો દંડ વસૂલાયો છે.
 * રાજકોટ મહાનગરપાલિકા: રાજકોટ વિસ્તારમાં નિયમભંગ બદલ ૩,૫૦૦/- નો દંડ વસૂલવામાં આવ્યો છે.

વધુમાં, તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં પનીર અને એનાલોગ પનીરના વપરાશ બાબતે તેમજ તેના ડિસ્પ્લે બોર્ડ પ્રદર્શિત કરવા અંગે સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

(10:25 PM IST)