તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
મહેસાણા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં 18 PI ની આંતરિક બદલી
વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા જિલ્લા પોલીસ વડાનો મોટો નિર્ણય

મહેસાણા : જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એકસાથે 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશો બહાર પાડવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાઓ જાગી છે. વહીવટી કારણોસર અને ચૂંટણીના સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સઘન બનાવવા માટે આ બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બદલીઓ દ્વારા પોલીસ તંત્ર એક તરફ કાર્યક્ષમતા વધારવા માગે છે, તો બીજી તરફ ગુનાખોરી ડામવા માટેનો સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
