<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ગુજરાત એ.ટી.એસ. અને બનાસકાંઠા એસ.ઓ.જી.એ મોટી સફળતા પંજાબના ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપી ડીસામાંથી ધરપકડ

આરોપી બિક્રમજીતસિંહ ઉર્ફે વિક્કી ડીસા ખાતે છુપાયો હતો તે ઢાબામાં મજૂરી કામ કરતો હતો બિક્રમજીતસિંહ પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી સાથે સંકળાયેલો છે.

ગુજરાત એ.ટી.એસ. અને બનાસકાંઠા એસ.ઓ.જી.એ મોટી સફળતા મળતા પંજાબના ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બિક્રમજીતસિંહ ઉર્ફે વિક્કી ડીસા ખાતે છુપાયો હતો. અહીં તે ઢાબામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની ચોક્સ માહિતીના આધાર પર ગુજરાત એ.ટી.એસ. અને બનાસકાંઠા એસ.ઓ.જી.એ આરોપીની ધરપકડ કરી હતી. બિક્રમજીતસિંહ પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી સાથે સંકળાયેલો છે. તે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે લોકોની ભરતી કરતો હતો.

પોલીસ સ્ટેશન અને સુરક્ષા દળો પર હુમલાના કાવતરામાં તેની ભૂમિકા સામે આવી છે. ગ્રેનેડ સપ્લાય અને હુમલાની યોજના બનાવવામાં તે સક્રિય હતો. આ ગેંગ પાકિસ્તાનની ISI સાથે જોડાયેલી હોવાની માહિતી મળી છે. હાલ આરોપીને અમદાવાદ લઈ જઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. કેસમાં Explosive Substances Act અને Arms Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને હવે આગળની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

(6:07 PM IST)