તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ડેડુવા ગામના યુવકને પ્રેમ સબંધમાં માર મારવાનો મામલે કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ
વાવ-થરાદના રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકે રાહ તાલુકાના ડેડુડી ગામની યુવતી સાથે કર્યો હતા મૈત્રી કરાર

વાવ-થરાદના રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકને પ્રેમ સબંધમાં માર મારવાનો મામલે કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. લાખણીના કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ. 12 શખ્સ સામે નામજોગ સહિત કુલ 24 સામે ફરિયાદ નોંધાઈ છે.. રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકે રાહ તાલુકાના ડેડુડી ગામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા .. યુવક યુવતી મૈત્રી કરારથી થોડા દિવસથી અમદાવાદ સાથે રહેતા હતા. યુવતીના સબંધીઓએ અમદાવાદથી બન્નેનું અપહરણ કર્યુ હતુ. અપહરણ બાદ યુવકને ઢોર માર માર્યો હતો. યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ ભોગ બનનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
