<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સુરત મનપાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું : વોર્ડ નંબર 26 ના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ભાજપના પૂર્વ કોર્પોરેટરનો ચહેરો વાપરી વીડિયો વાયરલ કરવાનો ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ થઈ

સુરત મનપાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. સુરતમાં એક પછી એક ફરિયાદો નોંધવાનું શરૂ થયું છે. આપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વોર્ડ નંબર 26 ના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો ચહેરો વાપરી વીડિયો વાયરલ કરવાનો ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ થઈ છે. પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે, AAP ના યુવા ઉપપ્રમુખ શ્રવણ જોશી સામે ફરિયાદ નોંધાવી છે.

 

(7:16 PM IST)