News of Sunday, 5th April 2026
અમદાવાદ ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા માટે રાફડો ફાટ્યો: 192 બેઠક માટે 2637 લોકોએ દાવેદારી નોંધાવી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારના વિવિધ વોર્ડમાં 242 લોકોએ દાવેદારી નોંધાવી જયારે પ્રદેશ પ્રમુખના મતવિસ્તારમાં આવતા 2 વોર્ડ માટે 50 લોકોએ દાવેદારી નોંધાવી

અમદાવાદ :શહેર ભાજપમાં સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. મનપામાં 192 બેઠક માટે 2637 લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી સૌથી વધુ ઠક્કરબાપાનગર બેઠક પર 89 લોકોએ દાસદારી નોંધાવી છે, જયારે સૌથી ઓછી મકતમપુરા બેઠક પર 16 લોકોએ દાવેદારી નોંધાવી છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારમાં આવતા વિવિધ વોર્ડમાં 242 લોકોએ દાવેદારી નોંધાવી છે જયારે પ્રદેશ પ્રમુખના મતવિસ્તારમાં આવતા 2 વોર્ડ માટે 50 લોકોએ દાવેદારી નોંધાવી છે પ્રદેશ ભાજપ દ્વારા મહોર બાદ ગમે તે સમયે યાદી જાહેર થઈ શકે છે આગામી 11 એપ્રિલના રોજ ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
