<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના એંધાણ :સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ દેવભૂમિદ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદમાં પણ માવઠાની સંભાવના

અમદાવાદ :રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના એંધાણ છે. 7 એપ્રિલે ફરી માવઠાની હવામાન વિભાદ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણમાં વરસાદના એંધાણ છે. દેવભૂમિદ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદમાં પણ માવઠાની શક્યતા છે. પંચમહાલ, મોરબી, કચ્છ પણ કમોસમી વરસાદની આગાહી છે. 6 અને 7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આવતીકાલથી પવનની ગતિ વધશે. અને તે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે. તો 8 એપ્રિલ બાદ. જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવાની પણ આગાહી કરવામાં આવી છે.

(7:31 PM IST)