તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ભાજપના કોઈ પણ સક્રિય કાર્યકર કોંગ્રેસમાં જોડાયા નથી :વડોદરાના સાવલીમાં ભાજપનો કોંગ્રેસ પર પલટવાર
કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે જો ખરેખર 100 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોય, તો તેનું સત્તાવાર લિસ્ટ જાહેર કરવામાં આવે

વડોદરાના સાવલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સાવલી તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહ દ્વારા કોંગ્રેસના 'પક્ષ પલટા'ના દાવા સામે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરી છે કે ભાજપના કોઈ પણ સક્રિય કાર્યકર કોંગ્રેસમાં જોડાયા નથી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા દાવા તદ્દન ખોટા અને ભ્રામક છે.
સુરપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે જે લોકો કોંગ્રેસમાં જોડાયા હોવાનું કહેવાય છે, તેઓ ભાજપના સક્રિય સભ્ય પણ નહોતા. તેમણે કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે જો ખરેખર 100 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોય, તો તેનું સત્તાવાર લિસ્ટ જાહેર કરવામાં આવે. ચૂંટણી નજીક આવતા જ સાવલીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપની લડાઈ હવે વધુ ઉગ્ર બની છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
