તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ગુજરાતમાં જળસંચયના દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક:ભૂગર્ભ જળસ્તરમાં ગુજરાત દેશમાં નવમાં ક્રમે
રાજ્યના અમુક વિસ્તારોમાં હજુ પણ પાણીની તીવ્ર અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાની સમસ્યા યથાવત

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા જળસંચય અને ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે અનેક યોજનાઓ અને મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. વર્ષ 2025માં ચોમાસા બાદ જાહેર કરવામાં આવેલા ગ્રાઉન્ડ વોટર રિપોર્ટ અનુસાર, ભૂગર્ભ જળની સ્થિતિમાં ગુજરાત દેશમાં નવમાં ક્રમે ફેંકાયું છે.
રિપોર્ટની વિગતો મુજબ, રાજ્યમાં જળસ્તર 72.80 ટકા સુધી પહોંચ્યું છે, જે રાહતની વાત છે, પરંતુ તેની સામે 27.20 ટકા જેટલા કુવાઓના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં હજુ પણ પાણીની તીવ્ર અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાની સમસ્યા યથાવત છે, જે આગામી ઉનાળામાં ખેતી અને પીવાના પાણી માટે પડકારરૂપ બની શકે છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
