તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમદાવાદ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 93 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર :જુના જોગીઓ પણ પાર્ટીએ મુક્યો ભરોષો
કોંગ્રેસે પોતાના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ધારાસભ્યો અને પૂર્વ કોર્પોરેટરોની પસંદગી પર મહોર મારી

અમદાવાદ :રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પક્ષે વ્યૂહાત્મક રીતે જે વોર્ડમાં વિવાદ ઓછો હતો, ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીને પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે આ વખતે વહેલી પસંદગી કરીને ભાજપ સામે પ્રચારમાં સરસાઈ મેળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. શહેરવાર જાહેર થયેલા નામોની સંખ્યા નીચે મુજબ છે.
- અમદાવાદ : સૌથી વધુ 93 ઉમેદવારો
- રાજકોટ : 40 ઉમેદવારો
- સુરત : 26 ઉમેદવારો
- ભાવનગર: 25 ઉમેદવારો
- મોરબી: 23 ઉમેદવારો
- જામનગર: 18 ઉમેદવારો
- વડોદરા : 18 ઉમેદવારો
અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસે પોતાના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ધારાસભ્યો અને પૂર્વ કોર્પોરેટરોની પસંદગી પર મહોર મારી છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
