News of Monday, 6th April 2026
ઉમેદવારને બેથી વધુ બાળકો હોય કે ઘરમાં શૌચાલય ન હોય તો ઉમેદવારી નહીં કરી શકે
બે બાળકો અને શૌચાલયના નિયમો અંગે રાજ્ય ચૂંટણી આયોગની સૂચના : ઉમેદવારી પત્રની ચકાસણી વખતે જો જરૂરી જણાય, તો અધિકારી સ્થળ તપાસ કરી અથવા પુરાવા મેળવીને શૌચાલયની સુવિધા છે કે નહીં તેની ખાતરી કરશે

અમદાવાદ તા.૬: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી ૨૬મી, એપ્રિલે યોજાનારી ત્લ્ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા અને ૨૬૦ તાલુકા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ, આ ચૂંટણીના ઉમેદવારોની યોગ્યતા નક્કી કરતા બે મુખ્ય કાયદાકીય પાસા (૧) બે બાળકોની મર્યાદા અને (૨) રહેઠાણના સ્થળે ફલશ જાજરૂ-શૌચાલયની સુવિધા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. પંચે તેના પરિપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સ્થાનિક સત્તા મંડળ લોઝ (સુધારા) અધિનિયમ-૨૦૨૫ મુજબ, જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો જો ૨ કરતાં વધુ જીવીત બાળકો ધરાવતા હશે, તો તેઓ સભ્ય થવા માટે ગેરલાયક ઠરશે. આ જોગવાઈ વ્યક્તિલક્ષી હોવાથી ઉમેદવારે પોતાના બાળકોની સંખ્યા અંગે સચોટ માહિતી આપવાની એશે. એવી જ રીતે, આ ચૂંટણીમાં ઉમેદવારી માટેની બીજી મહત્વની શરત એ છે કે, જે ઉમેદવારના સામાન્ય રહેઠાણના સ્થળે ફલશ જાજરૂ (વોટર ક્લોઝેટ) અથવા શૌચાલયની વ્યવસ્થા નહીં હોય, તેઓ ચૂંટણી લડી શકશે નહીં.
આગામી ચૂંટણીઓમાં આ નિયમોનું પાલન કરાવવા માટે ચૂંટણી અધિકારીઓને (RO) વિશેષ સૂચના આપવામાં આવી છે. જે મુજબ, ઉમેદવારી પત્રની ચકાસણી વખતે જો જરૂરી જણાય, તો અધિકારીએ સ્થળ તપાસ કરી અથવા પુરાવા મેળવીને શૌચાલયની સુવિષા છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે. ઉમેદવારી ફોર્મમાં આ અંગે અલગ સુધારો નથી, પરંતુ જો કોઈ રજૂઆત મળે અથવા જરૂર જણાય, તો અધિકારી ઉમેદવાર પાસેથી બાંયષરી પત્ર મેળવી શકશે અર્થાત રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે. કે, જો કોઈ મુશ્કેલી જણાય તો અસલ પરિપત્ર અને લાગુ પડતા કાયદાકીય જોગવાઈઓને જ આખરી ગણવામાં આવશે.
ફલશ જાજરૂ (વોટર ક્લોઝેટ) એટલે શું ?
પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ફલશ જાજરૂ એટલે એવું શૌચાલય જેમાં પાણી દ્વારા મળનો નિકાલ થતો હોય. જેમાં આ મુજબના પ્રકારોનો સમાવેશ છે. એકવા પ્રિવી, ગેસ પ્લાન્ટ સાથે જોડાયેલ લેટ્રીન.
સેપ્ટિક ટેન્ક ટાઈપ કે બોર હોલ ટાઈપ શૌચાલય.
P.RAJ,(પ્લાનિગ રિસર્ચ એક્શન ઈન્સ્ટિટયૂટ) ટાઈપ શૌચાલય.
સરકાર દ્વારા માન્ય અન્ય કોઈપણ આધુનિક શૌચાલય સુવિધા
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
