News of Monday, 6th April 2026
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ત્રણ મહિનામાં જ રૂપિયા ૨૪૦ વધ્યા
હોટલ ઉદ્યોગને ફટકો,ખાણી-પીણીની લારીઓ બંધ : કાળાબજારમાં રૂપિયા ૬ હજારમા વેચાતાં સિલિન્ડર પોષાય તેમ નથી, કોલસા-લાકડાનો ફરી ઉપયોગ

અમદાવાદ,તા.૦૬: રાંધણ ગેસનું સંકટ ઘેરું બન્યું છે ત્યારે હોટલ ઉદ્યોગને વધુ અસર પડી રહી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીવાળાઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ક્વોટામાં વધારો કરવા માંગ કરી છે. નોંધનીય છેકે, છેલ્લા ત્રણેક મહિનામાં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા. ૨૪૦ સુધીનો વધારો થયો છે.
રાંધણગેસના સંકટને લઈને હોટલ- રેસ્ટોરન્ટ, ખાણીપાણીની લારી વાળાને આર્થિક ફટકો પડ્યો છે. તેનું કારણ એછેકે, નિયત માત્રામાં કોમર્શિયલ સિલિન્ડર મળી રહ્યાં છે જેથી હોટલ ઉદ્યોગ જાણે મરવાના વાંકે જીવી રહ્યો છે. બુકિગ પછી પણ ગેસ
સિલિન્ડરો ૨૦-૨૦ દિવસો સુધી પણ મળતાં નથી. આ ઉપરાંત કાળાબજારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂા.૬ હજાર બોલાઈ રહ્યો છે જે પરવડે તેમ જ નથી. આ ઉપરાંત રાંધણગેસની સ્થિતીને જોતાં, હોટલ-રેસ્ટોરમાં ગુજરાળી થાળીથી માંડીને ફાસ્ટફુડના ભાવમાં રૂા.૧૦-૨૦નો વધારો કરી દેવાયો છે.
હાઇવની હોટલો પર તો મેનુમાં ય કાપ મૂકી દેવાયો છે. ગેસ સિલિન્ડરની અછતને પગલે ફરી કોલસા-લાકડાનો ઉપયોગ શરૂ કરાયો છે. કોલસાના ભાવમાં ૧૦ ટકાનો વધારો કરતાં હોટલ સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કોમર્શિયલ ગેસનો ભાવ ધીરે ધીરે વધી રહ્યો છે જેમ કે, તા. ૧લી ફેબ્રુઆરી-૨૬ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂા.૧૭૪૦ હતો જે તા.૪થી એપ્રિલે રૂા. ૧૯૮૦ થયો છે. માત્ર ત્રણ મહિનામાં રૂા. ૨૪૦નો ભાવ વધારો થયો હતો જે ખાણીપીણીની લારીવાળાઓને તો પોષાય તેમ જ નથી.
સ્થિતિને જોતાં ઘણાં ખાણીપીણીની લારીવાળાએ તો અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યાં છે. એવી આશંકા છેકે, યુધ્ધ વકરે તો હજુ રાંધણગેસની અછતની સમસ્યા વધુ વકરી શકે તેમ છે.

(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
