<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલા 'મારબેલા ફાર્મ હાઉસ'માં LCBનો દરોડો

મોટા પાયાના જુગારધામ પર દરોડો પાડ્યો અને 30 જુગારીઓ ₹29,85,600ના મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલા 'મારબેલા ફાર્મ હાઉસ'માં ચાલતા મોટા પાયાના જુગારધામ પર દરોડો પાડ્યો છે. પોલીસે કુલ 30 જુગારીઓને ₹29,85,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ફાર્મ હાઉસ ભાડે રાખીને બહારથી માણસો બોલાવી હાર-જીતનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું 
સુરત જિલ્લામાં આગામી પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાત ના રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ એ સુરત જિલ્લાના એસ પી રાજેશ ગઢિયા પોતાના સુરત ગ્રામ્ય પોલીસ ને  કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં નિર્દશ આપિયો હતો . આ દરમિયાન એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. શૈલેષભાઇ, હેડ કોન્સ્ટેબલ અમરતજી અને જગદીશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરથાણાના મારબેલા ફાર્મ હાઉસના બંગલા નંબર 3માં ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રઝાક શેખ ફાર્મ હાઉસ ભાડે રાખી જુગાર રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી.
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 30 જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે: રોકડ રકમ: ₹4,25,600, મોબાઈલ ફોન: 33 નંગ (કિંમત ₹3,10,000), વાહનો: કાર, મોપેડ અને રિક્ષા મળી કુલ 09 વાહન (કિંમત ₹22,50,000), તેમજ ગંજીપાનાની કેટ અને ચાદરો.
ઝડપાયેલા 30 આરોપીઓમાં મોટાભાગના સુરત શહેરના નાનપુરા, લીંબાયત અને ઉધના વિસ્તારના રહેવાસીઓ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઈમરાન ઉર્ફે લાલો અને જાફર શેખ ફાર્મ હાઉસ ભાડે રાખીને ખાસ માણસો બોલાવી જુગારધામ ચલાવતા હતા. પોલીસે આ કેસમાં ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને મોહમ્મદ ઈરફાન શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ દરોડા બાદ પોલીસે ઓનલાઇન કે ઓફલાઇન ફાર્મ હાઉસ ભાડે આપતા માલિકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. ફાર્મ હાઉસમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ તો નથી થઈ રહી ને તે બાબતે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે

(11:41 AM IST)