હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરત જિલ્લાના કડોદરામાં વગર પ્રિસ્ક્રિપ્શને ''રેક્સલે-ટી'' નશાકારકસીરપ વેચનારો કસ્ટડી લેતું SOGની ટિમ
પોલીસે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જી.યુ. ઉપાધ્યાયને સાથે રાખી મેડિકલ પર દરોડો પાડ્યો

સુરત ગ્રામ્ય વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા તત્વો વિરુદ્ધ જિલ્લા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી.ના સોનીપાર્ક સ્થિત ''શિરવી મેડિકલ સ્ટોર'' પર દરોડો પાડી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદે વેચાતી નશાકારક સીરપનો જથ્થો એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો છે.
પોલીસે મેડિકલ સંચાલક ફુલચંદ શિરવીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એસ.ઓ.જી.ના પી.આઈ. એલ.ડી. ઓડેદરા અને પી.એસ.આઈ. જે.કે. રાવની ટીમને એ.એસ.આઈ. રાજેન્દ્રભાઇ અને ભુપેન્દ્રભાઇ મારફતે સચોટ બાતમી મળી હતી કે, શિરવી મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત પદ્ધતિથી નશાકારક સીરપ વેચાય છે.
પોલીસે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જી.યુ. ઉપાધ્યાયને સાથે રાખી મેડિકલ પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી ''રેક્સલે-ટી'' નામની નશાકારક સીરપની બોટલો મળી આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સીરપના જથ્થાનું સેમ્પલિંગ કરી તપાસ તેજ કરાઈ છે.
આવી નશાકારક સીરપ સસ્તી અને આસાનીથી ઉપલબ્ધ થતી હોવાથી યુવાનો તેની જાળમાં ફસાઈ રહ્યા છે.
ડોક્ટરની સલાહ વગર આવી સીરપના સેવનથી લિવર, કિડની અને મગજ પર કાયમી નુકસાન થઈ શકે છે.
નશાની પૂર્તિ કરવા માટે યુવાનો નાની-મોટી ચોરી કે લૂંટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
