તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 6th April 2026
વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી:6.65 લાખનો મુદ્દામાલ જપ્ત,કરતી પલસાણા પોલીસે
કારનો ચાલક પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો

સુરત જિલ્લાના પલસાણા પોલીસે વિદેશી દારૂ ભરેલી એક સ્વીફ્ટ ડિઝાયર કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી કુલ 6.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, કારનો ચાલક પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે પલસાણા પોલીસે આ કાર્યવાહી કરી હતી. પલસાણા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર અને એ.એસ.આઈ. દીપકભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, નવસારી તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર કાર (નંબર: GJ-15-CH-2167) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને કીમ તરફ જવામાં આવી રહ્યો હતો.
બાતમીવાળી જગ્યાએ પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 876 નાની બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂના જથ્થા (કિંમત રૂ. 2,65,200/-) સહિત ગુનામાં વપરાયેલી સ્વીફ્ટ ડિઝાયર કાર (કિંમત રૂ. 4,00,000/-) મળીને કુલ 6,65,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પલસાણા પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારનો ચાલક પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
