તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 6th April 2026
અમદાવાદમાં OM 11.0 સ્કલ બેઝ કોન્ફરન્સ :જટિલ ટ્યુમર સર્જરી અને CSF લીક રિપેર જેવી આધુનિક પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન
પિટ્યુટરી ટ્યુમર સર્જરી, સ્કલ બેઝ રિકન્સ્ટ્રક્શન, મેનિન્જીઓમા મેનેજમેન્ટ, એન્જિઓફાઈબ્રોમા સર્જરી અને CSF લીક રિપેર જેવા વિષય ઉપર ડોક્ટરોને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું: દેશભરના પ્રખ્યાત સર્જન, નિષ્ણાતો અને મેડિકલ પ્રોફેશનલ્સે આ કોન્ફરન્સમાં ભાગ લીધો અને વૈજ્ઞાનિક તેમજ પ્રાયોગિક અનુભવ મેળવ્યો.

અમદાવાદ :અમદાવાદમાં સ્કલ બેઝ સર્જરી અને હેડ એન્ડ નેક ઓન્કોલોજી પર આધારિત 'OM 11.0' માસ્ટરકોર્સનું આયોજન કરાયું હતું જેમાં દેશભરના નામાંકિત સર્જનો અને મેડિકલ પ્રોફેશનલ્સે આ કોન્ફરન્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
OM 11.0 સ્કલ બેઝ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ થયું, જે સ્કલ બેઝ સર્જરી અને હેડ એન્ડ નેક ઓન્કોલોજીના ક્ષેત્રમાં જ્ઞાન અને કુશળતા વધારવા માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થયું. દેશભરના પ્રખ્યાત સર્જન, નિષ્ણાતો અને મેડિકલ પ્રોફેશનલ્સે આ કોન્ફરન્સમાં ભાગ લીધો અને વૈજ્ઞાનિક તેમજ પ્રાયોગિક અનુભવ મેળવ્યો.
આ કોન્ફરન્સનું સફળ આયોજન ના આયોજકો જેમ કે : ડૉ. પરિન પટેલ, ડૉ. કૌસ્તુભ પટેલ, ડૉ. ચિરાગ પંચાલ, ડૉ. દુશ્યંત માંડલિક, ડૉ. કલ્પેશ પટેલ (સિવિલ હોસ્પિટલ, અમદાવાદ) અને ડૉ. જૈમિન શાહ (સિવિલ હોસ્પિટલ, અમદાવાદ) તેમજ HCG Aastha Cancer Center, અમદાવાદની સંપૂર્ણ હેડ એન્ડ નેક સર્જિકલ ઑન્કોલોજી ટીમ દ્વારા કરવામાં આવ્યું, જેમણે સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમને સફળતા સુધી પહોંચાડ્યો.
કોન્ફરન્સમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવ આપ્યું. ખાસ કરીને
ડૉ. પિએરો નિકોલાઈ, ડૉ. પ્રથામેશ પાઈ, ડૉ. આઈપે ચેરિયન, ડૉ. દીપા નાયર અને ડૉ. વિનોદ ફેલિક્સ જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું.
કોન્ફરન્સ દરમિયાન Transphenoidal, Transcribriform, Transpterygoid અને Transorbital મોડ્યુલ્સ જેવી આધુનિક સર્જિકલ પદ્ધતિઓ પર વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા. સાથે જ, પિટ્યુટરી ટ્યુમર સર્જરી, સ્કલ બેઝ રિકન્સ્ટ્રક્શન, મેનિન્જીઓમા મેનેજમેન્ટ, એન્જિઓફાઈબ્રોમા સર્જરી અને CSF લીક રિપેર જેવા વિષય ઉપર ડોક્ટરોને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું.
ઓપન હાઉસ ચર્ચાઓ અને ઇન્ટરએક્ટિવ સેશન દ્વારા જ્ઞાન વિનિમયને વધુ મજબૂત બનાવવામાં આવ્યો.OM 11.0 સ્કલ બેઝ કોન્ફરન્સ આધુનિક મેડિકલ એજ્યુકેશન, નવીનતા અને ઉત્તમ દર્દી સારવાર માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યું.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
