<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કોંગ્રેસે કોર્પોરેશન ચૂંટણીમાં પ્રથમ યાદી બહાર પાડીઃ ૪૦ નામો જાહેર

ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાના બહેન નયનાબા વોર્ડ નં. ર માંથી ઉમેદવારઃ ટૂંક સમયમાં ઉમેદવારોનું બીજું લીસ્‍ટ આવશે : ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ તથા બીજેપીના પૂર્વ નેતા અનિશ જોષીને કોંગ્રેસની ટીકીટ

રાજકોટ તા. ૬: ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું બ્‍યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ ૭ મહાનગરપાલિકા માટે ૨૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ વિવાદની શકયતા ન હોય તેવા ઉમેદવાોરના નામની જાહેરાત હાલ કરી દેવામાં આવી છે. જે વોર્ડમાં ખેંચતાણ હોય ત્‍યાંના નામ હવે જાહેર કરાશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા-પંચાયત માટે ચોથી યાદીમાં ૭૨૪ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ૯૩, રાજકોટના ૪૦, સુરતના ૨૬, ભાવનગરના ૨૫, મોરબીના ૨૩, જામનગર-વડોદરાના ૧૮-૧૮ ઉમેદવારો મળી કુલ ૨૪૩ ઉમેદવારો જાહેર કરાયા છે. ક્રિકેટર રવીન્‍દ્ર જાડેજાના બહેનને કોંગ્રેસે રાજકોટના વોર્ડ નંબર ૨માંથી ટિકિટ આપી છે. જ્‍યારે ભાજપના પૂર્વ ધારાસભ્‍ય મધુ શ્રીવાસ્‍તવની દીકરીને વડોદરાના વોર્ડ નંબર ૧૪માંથી ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્‍સ પ્રક્રિયા પણ ૧પ દિવસ પહેલા લેવામાં આવી હતી. જે બાદ પાર્ટી દ્વારા તુરંત નામોની પેનલ બનાવી યાદી જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં જુના અને જાણીતા કોંગ્રેસી નેતાઓ ફરી કોર્પોરેશનની ચૂંટણી લડનાર છે.

‘‘અકિલા'' દ્વારા ગત અઠવાડીયે જ રાજકોટ મહાનગરપાલીકાના કોંગ્રેસના સંભવીત ઉમેદવારના નામ સાથેના સમાચાર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા હતા.  આજ નામો કોંગ્રેસની ગઇરાત્રે જાહેર થયેલ યાદીમાં જોવા મળ્‍યા છે.

કોંગ્રેસના જાહેર થયેલ ઉમેદવારોની યાદી જોઇએ તો વોર્ડ નં.૧માં રમેશભાઈ ઝુન્‍ઝા (ભરવાડ)

વોર્ડ નં. ૧૨માં ઉર્વશીબેન જાડેજા

વોર્ડ નંબર ૨માં ગીતાબેન પરમાર

વોર્ડ નં. ૧૨માં કમલેશભાઈ કોઠીવાળ

વોર્ડ નંબર ૨માં નયનાબા જાડેજા

વોર્ડ નં. ૧૨માં સંજયભાઈ અજુડિયા

વોર્ડ નં. ૨માં સલીમભાઈ કરિયાણી

વોર્ડ નં. ૧૩માં અંજનાબેન પંચાસરા

વોર્ડ નં. ૪માં શીતલબેન પરમાર

વોર્ડ નં. ૧૩માં શાંતાબેન મકવાણા

વોર્ડ નં. ૪માં કલ્‍પનાબેન ગોસ્‍વામીને ટીકીટ આપવામાં આવી છે.

જયારે વોર્ડ નં. ૧૩માં મેપાભાઈ કણસાગરા

વોર્ડ નં. ૪માં ઠાકરશીભાઈ ગજેરા

વોર્ડ નં. ૧૪માં સુનીલભાઈ ચાવડીયા

વોર્ડ નં. ૪માં દિપકભાઈ મકવાણા

વોર્ડ નં. ૧૪માં પ્રિતેશભાઈ ચાવડીયા, સરયુબેન શિયાણી

નંબર ૫માં હંસાબેન સોનારા કોંગ્રેસ વતી ચૂંટણી લડનાર છે.

વોર્ડ નં. ૧૪માં અનિશભાઈ જોશી

વોર્ડ નં. ૫માં રૈયાભાઈ બાંભવા

વોર્ડ નં. ૧૬માં રસીલાબેન ગેરૈયા તથા

વોર્ડ નં. ૫માં જીતેન્‍દ્રભાઈ રૈયાણી કોંગ્રેસ વતી ચૂંટણી લડનાર છે.

ઉપરાંત વોર્ડ નં. ૧૬માં દિપ્તીબેન સોલંકી

વોર્ડ નં. ૬માં દક્ષાબેન મકવાણા

વોર્ડ નં. ૧૬માં મહિપાલભાઈ ચૌહાણ

વોર્ડ નં. ૬માં દેવુબેન જાદવ

વોર્ડ નં. ૧૬માં ઈબ્રાહીમભાઈ સોરા

વોર્ડ નં. ૬માં શૈલેશભાઈ સાકરિયા

વોર્ડ નંબર ૧૭માં ગાયત્રીબેન ભટ્ટ

વોર્ડ નં. ૬માં ઉકેશભાઈ રબારી

વોર્ડ નં. ૧૭માં યોગીતાબેન જાડેજા

વોર્ડ નં. ૮માં રણજીતભાઈ મુંધવા

વોર્ડ નં.૧૭માં શૈલેશભાઈ રૂપાપરાને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્‍યા છે.

સાથે વોર્ડ નં. ૯માં ગીરીશભાઈ ઘરસંડિયા

વોર્ડ નં. ૧૮માં માનસીબેન બુટાણી

વોર્ડ નં. ૧૦માં ભાર્ગવીબા ગોહિલ

વોર્ડ નં. ૧૮માં રવિભાઈ જીતીયા

વોર્ડ નં. ૧૦માં ભાવેશભાઈ ચૌહાણ

વોર્ડ નં. ૧૮માં  નીતિનભાઈ ભંડેરી તથા

વોર્ડ નં. ૧૦માં ડો. રતિલાલ ડોબરિયાની પસંદગી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

વોર્ડ ૧૦

ભાર્ગવીબા ગોહિલ

 

વોર્ડ ૯

ગીરીશ પટેલ

 

વોર્ડ ૮

રણજિત મુંધવા

 

વોર્ડ ૬

શૈલેષ સાકરીયા

 

વોર્ડ ૪

ઠાકરશી ગજેરા

 

વોર્ડ ર

સલીમ કરિયાણી

 

વોર્ડ ર

નયનાબા જાડેજા

 

વોર્ડ ર

ગીતાબેન પરમાર

 

વોર્ડ ૧

રમેશ ઝૂંઝા

 

વોર્ડ ૬

દેવુબેન જાદવ

 

વોર્ડ ૧૪

અનિશ જોશી

 

વોર્ડ ૪

કલ્‍પનાબેન ગૌસ્‍વામી

 

વોર્ડ ૧૩

શાંતાબેન મકવાણા

 

વોર્ડ ૧૮

રવિ જીતિયા

 

વોર્ડ ૧૮

નીતિન ભંડેરી

 

વોર્ડ ૧૬

દિપ્‍તીબેન સોલંકી

 

વોર્ડ ૧૪

પ્રિતેશ ચાવડીયા

 

વોર્ડ ૧ર

ઉર્વશીબા જાડેજા

 

વોર્ડ ૧૦

ભાવેશ ચૌહાણ

 

 

(3:40 PM IST)