News of Monday, 6th April 2026
ધો.૩ થી પ ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓને સમાન કસોટી પત્રોના આધારે જ પરીક્ષાનું આયોજનઃ ધો. ૬ થી ૮ ની તા. ૧૩ એપ્રિલથી પરીક્ષા

રાજકોટઃ તા. ૬, ગુજરાત રાજયમાં પરીક્ષાની મોસમ ખીલી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧ર ની પરીક્ષા પૂર્ણ થઇ છે. યુનિવર્સિટી કક્ષાએ પરીક્ષા ચાલી રહી છે. આજથી ગુજરાતમાં ધો. ૩ થી પ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે.
રાજયની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત વાર્ષિક પરીક્ષા શરૂ થઇ છે. અને રર એપ્રિલ સુધી ચાલશે, પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીના રોજ સમાન સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યો હતો.જેથી વિદ્યાર્થીઓને તૈયારીનો પૂરતો સમય મળ્યો છે. સૌપ્રથમ ધોરણ-૩ થી પ ની પરીક્ષા શરૂ અને ૧૧ એપ્રિલના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ ૧૩ એપ્રિલથી ધોરણ-૬ થી ૮ ની પરીક્ષા શરૂ થશે અને રર એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થશે, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સમાન કસોટીપત્રોનો અમલ કરાશે.
રાજયની તમામ માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા સમગ્ર રાજયમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક અનુસાર પરીક્ષાનુ઼ આયોજન કરવા માટે આદેશ કરાયો છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
