<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કોર્પોરેટર માટે ૯ લાખ, ૧ થી ૯ વોર્ડ ધરાવતી નગરપાલીકામાં ઉમેદવાર માટે ર લાખ રપ હજાર : ૯ થી વધુ વોર્ડ પાલીકામાં ૩ાા લાખ

જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે ૬ લાખ : તાલુકા પંચાયતમાં ૩ લાખની ખર્ચ મર્યાદા : રાજય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે સુધારેલ ચૂંટણી ખર્ચ મર્યાદા જાહેર

રાજકોટ, તા. ૬ :  મહાનગરપાલિકા/ નગરપાલિકા/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત જેવી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની દરેક વોર્ડ/ મતદાર વિભાગ માટેની સામાન્‍ય / પેટા/ મધ્‍યસત્ર ચુંટણી યોજાય ત્‍યારે ચુંટણી લડતા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહતમ મર્યાદા તથા ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા/ નિભાવવા/ અને સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂ કરવાની સમય મર્યાદા વિગેરે માટે સંબંધિતોએ કરવાની થતી કાર્યવાહી માટે વિગતવાર સુચનાઓ આમુખ (૧) વાળા તા. ૧૬-૦૧-ર૦૦૯ ના આદશેથી રાજય ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલ છે. 

મહાનગરપાલિકા/ નગરપાલિકાની ચૂંટણીઓમાં ચૂંટણી ઉમેદવાર માટે ખર્ચની મર્યાદામાં સુધારો કરવામાં આવેલ આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચુંટણીઓમાં ચૂંટણી ઉમેદવાર માટે ખર્ચની મર્યાદામાં સુધારો કરવામાં આવેલ.

સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચુંટણીઓ દરમ્‍યાન ચૂંટણી પ્રચારને લગતા તમામ પ્રકારના ખર્ચની બાબતોની કિંમતમાં તથા ભાવમાં થયેલ વધારો સહ ચુંટણી પંચ નવી દિલ્‍હી દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ચૂંટણી લડતા  ઉમેદાવારોએ કરવાના મહતમ ખર્ચની વિગતો અવલોકને લતો/ તુલના કરતા વિવિધ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણી માટે ઉમેદવાર દીઠ ખર્ચ કરવાની નિયત કરેલ મહતમ મર્યાદમાં વધારો કરવાની બાબત આયોગની વિચારણા હેઠળ હતી. 

 

     

(3:53 PM IST)