<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પૂણેના‘ગૌ-ટેક ૨૦૨૬' એક્‍સપોમા સૌરાષ્‍ટ્રના નેતાઓનુ સન્‍માન

 

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્‍ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણીની યાદીમા જણાવ્‍યા મુજબ પૂણે, મહારાષ્‍ટ્ર ખાતે યોજાયેલ ‘ગૌ ટેક ૨૦૨૬' એકસપોમાં ગુજરાત અને સૌરાષ્‍ટ્રના ઘણા ઉદ્યોગકારો, સંશોધકો તેમજ ઉત્‍પાદકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ત્‍યારે જેમની નેજા તળે અને માર્ગદર્શન હેઠળ આ સફળ આયોજન થયુ તેવા પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથિરીયાના આમંત્રણને સ્‍વીકારી મહારાષ્‍ટ્રના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ સહપ્રભારી શેખર મુંદડાને ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્‍ટ્રી બોર્ડના સિન્‍યર આગેવાન ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, ઉતરાખંડ ગૌસેવા આયોગના અધ્‍યક્ષ રાજેન્‍દ્રકુમાર અઠવાલ, હરિયાણા ગૌસેવા આયોગના અધ્‍યક્ષ શ્રવણકુમાર ગર્ગ, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, બાબુભાઈ જેબલીયા, રાજકોટ ભાજપ અગ્રણી બાબુભાઈ નસીત વિગેરે આમંત્રીત મહાનુભાવોએ સ્‍વાગત અભિવાદન કર્યું હતુ. તે સમયે વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના સંતો પણ સાથે જોડાયા હતા. મંદિરના ટ્રષ્ટી ચૈતન્‍ય મહારાજ તેમજ મેનેજર સાગર વાલકે અને ત્‍યાંના ભાજપના કોર્પોરેટર સાગર કુરહાડે, સોમનાથ કુરહાડે, ગોવીંદ કુરહાડે વિગેરે આગેવાનોએ આમંત્રીત મહાનુભાવોને ફૂલહાર, સાલ ઓઢાળી, શ્રીફળ આપી શુભેચ્‍છાઓ આપી હતી. તેમ પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણીની યાદીમાં જણાવાયુ છે.

(4:18 PM IST)