તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
બહારથી ખીરું ખરીદી બનાવેલા ઢોસા ખાધા બાદ બે બાળકીનાં મોત
અમદાવાદની ચેતવણીરૂપ ઘટના

અમદાવાદ તા.૬: ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઢોસાનું ખીરું ખાધા બાદ એક જ પરિવારના બે માસૂમ બાળકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. આ કરુણાંતિકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે અને ખાદ્ય પદાર્થોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ચાંદખેડામાં રહેતા વિમલ ગૌરીશંકર પ્રજાપતિ (૩૬) અને તેમના પત્ની ભાવનાબેન (૩૦) એ રાત્રિના ભોજન માટે બહારથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. ઘરે ઢોસા બનાવીને જમ્યા બાદ ટૂંક સમયમાં જ આખા પરિવારની તબિયત લથડી હતી.
આ ઝેરી અસર એટલી જીવલેણ હતી કે સાડા ત્રણ વર્ષની બાળકી મિષ્ટી અને માત્ર અઢી મહિનાની માસૂમ રાહાએ જીવ ગુમાવ્યો હતો. જે બાળકોના કિલકિલાટથી ઘર ગુંજતું હતું, ત્યાં અત્યારે માતમ છવાઈ ગયો છે. બીજી તરફ, ગંભીર હાલતમાં વિમલભાઈ અને ભાવનાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.
ઘટનાની ગંભીરતા જોતા ચાંદખેડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બંને બાળકીઓના મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
