<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ અને મોરબી જિલ્લામાં વરસાદની આગાહી:કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં એલર્ટ જાહેર

અમદાવાદ :ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણ બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આ માવઠું સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ અને મોરબી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

 

(6:48 PM IST)