News of Monday, 6th April 2026
બાલાસિનોર નજીક વાછેલાવ ગામે તળાવમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા:સમગ્ર વિસ્તારમાં ચકચાર
પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા

મહીસાગર: બાલાસિનોર નજીક વાછેલાવ ગામે તળાવમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા . પ્રાથમિક માહિતી મુજબ યુવક-યુવતીના મોત પાછળ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનાના સાચા કારણ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
