<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના :નવપરિણીત દંપતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

બંનેના લગ્ન માત્ર એક વર્ષ પહેલાં જ થયા હતા: એક જ રૂમમાં બંનેના મૃતદેહ લટકતા જોવા મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું

સુરત શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં નવપરિણીત દંપતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમા તરીકે થઈ છે. બંનેના લગ્ન માત્ર એક વર્ષ પહેલાં જ થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી અનુસાર, ઘટના ડભોલી ગામના રાજપુત ફળિયામાં આવેલી ચાલમાં બની હતી. પત્ની તેજલે રૂમમાં કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હૂક સાથે નાયલોન પટ્ટી બાંધી ગળેફાંસો ખાધો હતો, જ્યારે પતિ ભાવેશે સીલિંગ ફેનના હૂક સાથે દોરી બાંધી આત્મહત્યા કરી હતી. એક જ રૂમમાં બંનેના મૃતદેહ લટકતા જોવા મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસને ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યાના કારણો અંગે સસ્પેન્સ યથાવત છે. પરિવારજનો દ્વારા આ ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓ કબજે કરીને તપાસ શરૂ કરી છે.

(10:55 PM IST)