News of Tuesday, 7th April 2026
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ પહેલા પાર્ટીના નામે પત્ર વાઇરલ: ઉમેદવાર પસંદગી અંગે કેટલાક મહત્ત્વના નિયમો અને મુદ્દાઓનો થયો ઉલ્લેખ
- વાઇરલ પત્રમાં ઉમેદવાર પસંદગી માટે 60 વર્ષની મર્યાદા, એક વ્યક્તિ એક હોદ્દો જેવા નિયમોનો ઉલ્લેખ સાથે 3 વખત ચૂંટણી લડેલાને ટિકિટ નહીં સહિતના નિયમ

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે ત્યારે આ બેઠક પહેલા પાર્ટીના નામે એક પત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ પત્રમાં ઉમેદવાર પસંદગી અંગે કેટલાક મહત્ત્વના નિયમો અને મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાઇરલ પત્રમાં ઉમેદવાર પસંદગી માટે 60 વર્ષની મર્યાદા, એક વ્યક્તિ એક હોદ્દો જેવા નિયમોનો ઉલ્લેખ કરાયો છે. 3 વખત ચૂંટણી લડેલાને ટિકિટ નહીં સહિતના નિયમોનો પણ ઉલ્લેખ છે. જો કે, પત્ર સાચો કે ખોટો તેને લઈને ભાજપની કોઈ સ્પષ્ટતા હજું સુધી સામે આવી નથી. ભાજપના નામે પત્ર વાઇરલ થતા ચર્ચાએ જોર પકડયું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપના નામે એક પત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ વાઇરલ પત્રમાં ઉમેદવાર પસંદગી અંગે કેટલાક મહત્ત્વના નિયમો અને મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે, જેમાં 60 વર્ષની મર્યાદા, એક વ્યક્તિ એક હોદ્દો જેવા નિયમોનો ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત, 3 વખત ચૂંટણી લડેલાને ટીકિટ નહીં, અન્ય પક્ષમાંથી આવતા વ્યક્તિને પ્રાથમિકતા ન આપવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
આ પત્ર ઝડપથી વાઇરલ થતા સોશિયલ મીડિયા પર તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણા કાર્યકર્તાઓ અને નેતાઓ આ નિયમોને લઈને વિવિધ અનુમાનો કરી રહ્યા છે અને આગામી વિધાનસભા તેમ જ લોકસભા ચૂંટણીઓમાં તેની અસર વિશે વાતો કરી રહ્યા છે. જો કે, આ પત્ર સાચો છે કે ખોટો તે અંગે ભાજપ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાર્ટીના કોઈ પણ વરિષ્ઠ નેતા કે અધિકારિક પ્રવક્તાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી, જેના કારણે અનુમાનો અને અફવાઓ વધુ વેગ પકડી રહી છે. અમો આ વાઇરલ પત્ર અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
