<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

રિક્ષાનું મિનિમમ ભાડું રૂ.૨૦થી વધીને રૂપિયા ૩૦ થઈ શકે છે

મધ્‍યમ વર્ગ માટે મોંઘવારીનો વધુ એક કડવો ડોઝ : પ્રતિ કિલોમીટરનું ભાડું રૂપિયા ૧૫થી વધારીને રૂપિયા ૨૦ કરવા પણ રિક્ષા એસો.ની રજૂઆત

અમદાવાદ,તા.૦૭: મધ્‍યમ વર્ગને મોંઘવારીના વધુ એક કડવા ડોઝનો સામનો કરવો પડી શકે છે. સીએનજીની કિમતમાં વધારાને પગલે હવે મિનિમમ ભાડું રૂપિયા ૨૦થી વધારીને રૂપિયા ૩૦ કરવાની રિક્ષા ચાલકો દ્વારા રજૂઆત કરાઈ છે.

ઓટો રિક્ષા ચાલક વેલ્‍ફેર એસોસિએશન-અમદાવાદે એક યાદીમાં જણાવ્‍યું છે કે, ‘રિક્ષાના ભાડામાં પ્રથમ મિનિમમ ૧.૨ કિમીના જે રૂપિયા ૨૦ છે, તેમાં રૂપિયા ૧૦ વધારી રૂપિયા ૩૦ કરવામાં આવે અને ત્‍યારબાદના દરેક કિમી.ના રૂપિયા ૧૫ છે, તેમાં પણ રૂપિયા ૫ નો વધારો કરી રૂપિયા ૨૦ કરી આપવામાં આવે. જ્‍યાંસુધી અમારી આ માગ પૂરી નહીં આવે ત્‍યાં સુધી અમારા દ્વારા

વસૂલવામાં આવશે. એક બાજુ મોંઘવારી/સી.એન.જી નો ભાવ વધારો, નવી રિક્ષાનો ભાવ વધારો, સ્‍પેર પાર્ટ્‍સ, મજૂરીમાં વધારો, પાસિગ-ફિટનેસમાં વધારો, રિક્ષાનું હુડ-ટાયર માં વધારો, રિક્ષાના મેઈન્‍ટેનન્‍સના આ માગવામાં આવેલું ભાડું મૌખિક રીતે રિક્ષા ચાલકો દ્વારા મુસાફરો પાસેથી ખર્ચમાં વધારો આમ અનેકો બાબતોમાં વધારો થયો છે. જેના પગલે ભાડામાં વધારો કરવાની  અમારી રજૂઆત છે.

(10:13 AM IST)