<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

વન અને પર્યાવરણ વિભાગના બે અધિકારીઓ હિમાંશુ ગોહિલ અને આસવ ગઢવીની બદલી

ગાંધીનગર:ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય દ્વારા વન અને પર્યાવરણ વિભાગના બે અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.  

વન અને પર્યાવરણ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી આસવ પી. ગઢવીની બદલી કરવામાં આવી છે. તેઓને હવે ભાવનગર ખાતે સિવિલ ડિફેન્સમાં ડેપ્યુટી કન્ટ્રોલર તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.

 

વન અને પર્યાવરણ વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી હિમાંશુ યુ. ગોહીલની પણ બદલી કરવામાં આવી છે. તેઓને અમદાવાદ ખાતે સરકારી વકીલશ્રીની કચેરીમાં ઉપ સચિવ તરીકે નિમણૂક અપાઈ છે.

 

ગુજરાતના સરકારના નાયબ સચિવ સિમરન પોપટાણી દ્વારા જારી કરાયેલા આ ઉક્ત હુકમોની તાત્કાલિક અસરથી અમલવારી કરવાની રહેશે.

(10:55 AM IST)