News of Tuesday, 7th April 2026
૩૯૩ પાલિકા-પંચાયતોમાં મે ના બીજા અઠવાડિયામાં નવા શાસકો ધૂરા સંભાળશે
તા.ર૮ એપ્રિલે મત ગણતરી પછી ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થશેઃ ૮ થી ૧૬ મે વચ્ચે મુખ્ય પદાધિકારીઓની ચૂંટણી

રાજકોટ, તા., ૭ : રાજયમાં ૧પ મહાનગરો, ૮૪ નગરો, ર૬૦ તાલુકા પંચાયતો અને ૩૪ જિલ્લા પંચાયતોની સામાન્ય ચુંટણી તા. ર૬ એપ્રિલે છે. તા.ર૮ મીએ તેનું પરીણામ જાહેર થશે. મે ના બીજા અઠવાડીયામાં જે તે પાલીકા પંચાયતમાં નવા મુખ્ય પદાધિકારીઓ શાસન સંભાળી લ્યે તેવા હાલના સંજોગો છે. મુખ્ય પદાધિકારીઓની વરણી પછી પ્રથમ સામાન્ય સભા મળે તેમાં જુદી જુદી સમિતિઓની વરણી થાય અને ત્યાર પછી સમિતિઓની બેઠકમાં સમિતિના અધ્યક્ષની વરણી (ચુંટણી) થાય તેવી પ્રણાલીકા છે. તા.૧૦ થી ૧પ મે વચ્ચેનો સમયગાળો પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની દ્રષ્ટિએ અને મહાનગરોમાં મેયર-ડે. મેયરની વરણીની દ્રષ્ટિએ મહત્વપુર્ણ બનશે. અનિવાર્ય સ્થિતિમાં નવા સુકાનીઓની ચુંટણીના દિવસોમાં થોડુ ઘણું આઘુ-પાછુ થઇ શકે છે.
સામાન્ય રીતે સ્થાનીક સ્વરાજયની ચુંટણીના પરીણામ પછી અઠવાડીયામાં સરકારના ગેઝેટમાં ચુંટાયેલા સભ્યોના નામ પ્રસિધ્ધ થતા હોય છે. ત્યાર પછી સરકાર મુખ્ય બે સુકાનીઓની ચુંટણીનો દિવસ નક્કી કરે છે. તાલુકા જિલ્લા પંચાયતોમાં પ્રથમ દિવસે લેખીત ઉમેદવારી કરવાની અને બીજી ચુંટણી કરવાની હોય છે. પ્રથમ દિવસે એકથી વધુ સભ્યની ઉમેદવારી ન આવે. અને ઉમેદવારી કરનારની ઉમેદવારી માન્ય રહે તો બિનહરીફ વરણી થાય છે. નગરો અને મહાનગરોમાં સામાન્ય સભા મળે તેમાં ૪ પ્રમુખ-ઉપપ્રમુખ કે મેયર-ડે. મેયરની ચુંટણી થાય છે. રાજયમાં આટલા મોટો પ્રમાણમાં એક જ દિવસે સ્થાનીક સ્વરાજયની સંસ્થાની ચુંટણી થતી હોય તેવો પ્રથમ પ્રસંગ છે.
ચુંટણીમાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાની કુલ બેઠકો પૈકી જે પક્ષની બહુમતી આવે તે પક્ષના પદાધિકારીઓ ચુંટાય છે. જો કોઇ પાલીકા-પંચાયતમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો તોડ-જોડનું રાજકારણ શરૂ થાય છે. આવા સંજોગોમાં સતા માટે અન્ય પક્ષના કે અપક્ષના ટેકા લેવાની અને દેવાની મોસમ જામી શકે છે. કુલ પાંચમી ટર્મમાં પદાધિકારીઓ માટે અઢી-અઢી વર્ષનો કાળકાર્ય હોય છે. પ્રમુખ પદના રોટેશન જાહેર થઇ ગયા છે. (૪.૩)
ચૂંટણી ચિત્ર
૦૧પ-મહાનગરો
૦૮૪-નગરો
૦૪૩-જિલ્લા પંચાયતો
ર૬૦-તાલુકા પંચાયતો
કુલ-૩૯૩
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
