<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

સુરત જિલ્લામાં કામરેજમાં ટ્રાફિક સમસ્યા વધતાં કામરેજ પોલીસની કડક કાર્યવાહી

અત્યાર સુધી નહીં થયું તે નવા પીઆઇ આર.બી. ગોઝિયા આવતા એક્શન :કામરેજ ચાર રસ્તા પર આડેધડ પાર્કિંગ કરતી 40 લક્ઝરી બસોને મેમો ફટકારાયા, લાઈસન્સ પણ રદ કરવાની કાર્યવાહી

સુરત જિલ્લામાં સુરતના પ્રવેશદ્વાર ગણાતા કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિકની જટિલ સમસ્યાને હળવી કરવા માટે કામરેજ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. તે માત્ર શક્ય બન્યું હોય તો કામરેજના નવા પી આઈ આર.બી. ગોઝિયા કારણે.કામરેજનો અત્યાર સુધીનો ઇતિયાસ કયારે કોઈ અધીકારી આવી કાર્યવાહી નહિ કરાઈ હતી કામરેજ નો નવા પીઆઇ ચાર્જ સંભાળતા પેહલા કામરેજ ચાર રસ્તા પર  રિક્ષાચાલકો બાદ હવે આડેધડ પાર્કિંગ કરતી લક્ઝરી બસો સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
સુરત જિલ્લા પસાર થતો નેશનલ હાઇવે 48 પર લાંબા સમયથી કામરેજ ચાર રસ્તા પર રિક્ષાચાલકો અને ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા આડેધડ પાર્કિંગ કરીને પેસેન્જરો ભરવામાં આવતા હતા, જેના કારણે રોડ પર ટ્રાફિકનું ભારે ભારણ રહેતું હતું. સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં પી.આઈ. તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આર.બી. ગોઝિયાએ પોતાના વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે કડક ઝુંબેશ હાથ ધરી છે. કામરેજ ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા સતત સૂચનાઓ આપવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરનારા  વાહનચાલકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. ગત 4 તારીખના રોજ ટ્રાફિકને અડચણરૂપ ઉભી રહેતી 50 જેટલી રિક્ષાઓને ડિટેન કરવામાં આવી હતી. રિક્ષાચાલકો સામેની કાર્યવાહી બાદ ગત રાત્રે કામરેજ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે 48 પર  આડેધડ પાર્કિંગ કરનારી 40 જેટલી લક્ઝરી બસોને ઓનલાઇન મેમો ફટકારવામાં આવ્યા છે. આડેધડ પાર્કિંગ કરનારા ટ્રાવેલ્સ ચાલકો સામે BNS કલમ 285 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેમના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લાના કામરેજ પી.આઈ. આર.બી. ગોઝિયાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કામરેજ ચોકડી વિસ્તાર 'નો-પાર્કિંગ ઝોન' છે. જો કોઈ રિક્ષા કે લક્ઝરી બસ ચાલક રોડ દબાવીને પાર્કિંગ કરશે કે પેસેન્જર ભરશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.બીજી તરફ સુરત જિલ્લા અને શહેર નાગરિકો વાહન ચાલક ધ્વરા ટ્રાફિક દબાણ દૂર થતા ગણા ખુશ હતા પરંતુ આ ખુશી કેટલા દિવસ રહે તે હવે જોવાનું રહશે ......? કે પછી ચાર દિનકી ચાંદી ફિર અઘરી રાત જેવો માહોલ જોવા નહિ મળે તેવી અપેક્ષા નવા પીઆઇ આર.બી. ગોઝિયા જિલ્લાના નાગરિકો રાખી રહ્યા છે

(11:24 AM IST)