News of Tuesday, 7th April 2026
મહેસાણા :તાવડીયા ગામના લોકોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી
મહેસાણાના પૂર્વ પટ્ટીના ગામોમાં રહેણાંક અને ખેતીલાયક વિસ્તારમાં રીંગ રોડ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરવા સામે લોકોમાં ભારે રોષ

પાટણ જિલ્લાના તાવડીયા ગામના લોકોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ બહિષ્કાર પાછળનું મુખ્ય કારણ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારના ગામોમાં ૮૦ મીટર રીંગ રોડ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન ઠોકી બેસાડવાનો નિર્ણય છે.
મહેસાણાના પૂર્વ પટ્ટીના ગામોમાં (જેમાં તાવડીયાનો પણ સમાવેશ થાય છે) રહેણાંક અને ખેતીલાયક વિસ્તારમાં રીંગ રોડ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરવા સામે લોકોમાં ભારે રોષ છે.
ગ્રામજનોની માંગ છે કે આ રીંગ રોડ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન તાત્કાલિક રદ કરવામાં આવે
આ નિર્ણયને કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોની જમીનો છીનવાઈ જવાની ભીતિ હોવાથી તેઓએ એકસૂરે ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
