<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

વડોદરા મનપાની આરોગ્ય શાખાનું સઘન ચેકીંગ :125 જેટલા એકમોમાં તપાસ :ખાદ્યપ્રદાર્થના 45 નમૂનામાંથી 4 મહત્વના નમૂના ટેસ્ટમાં ફેઈલ

વ્રજ ફૂડ્સના બેસન,શ્રી માધવ ટ્રેડર્સના હળદર પાવડર અને ગોકુળ ટ્રેડર્સના પનીર અને રિલાયન્સ રિટેલ લી ,ની ચણાદાળ પણ પરીક્ષણમાં નિષ્ફ્ળ

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 125 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થના કુલ 45 નમૂનામાંથી 4 મહત્વના નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે. જેમાં ડભોઈ-વાઘોડિયા રોડ પર આવેલી વ્રજ ફૂડ્સના બેસન, શ્રી માધવ ટ્રેડર્સના હળદર પાવડર અને છાણી રોડ પર સ્થિત ગોકુળ ટ્રેડર્સના પનીરના નમૂના ગુણવત્તાના ધોરણે ફેઈલ જાહેર કરવામાં આવ્યા છે, ઉપરાંત રિલાયન્સ રિટેલ લિમિટેડની ચણાદાળ પણ પરીક્ષણમાં નિષ્ફળ રહી છે. 

ખોરાક શાખાએ માત્ર ભેળસેળ જ નહીં, પરંતુ એકમોમાં જોવા મળેલી ગંદકી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પણ કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા કુલ 7 એકમોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે અને અંદાજે ₹58,500નો દંડ વસૂલ કરીને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

(12:16 PM IST)