<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા શનિવારે ‘‘મીડિયા ટોકશો'' : બૂક વિમોચન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃતા.૭, ૩૫ વર્ષોની ઉજવણીરૂપે  અંતર્ગત અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) એક અનોખી ઉદ્યોગ પહેલ રજૂ કરવા જઈ રહી છે.

ઓલ ગુજરાત મીડિયા એવોર્ડસ વિદ્યાર્થીઓ માટે યોજાયેલા (ક્રિએટીવ સ્‍પાર્કની)  ભવ્‍ય સફળતા પછી, શનિવારે મીડિયા ટોકસશોનું આયોજન કરાયું છે. જ્‍યાં મીડિયા અને એડવર્ટાઇઝિંગના ભવિષ્‍ય અંગે અસરકારક ચર્ચા થશે.

‘‘અન્‍ડરસ્‍ટેન્‍ડીંૅગ ધ પાવર ઓફ મીડિયા'' થીમ પર કેન્‍દ્રિત આ સેશનમાં  પ્રિન્‍ટ, બોડકાસ્‍ટ, આઉટડોર અને ડિઝીટલ મીડિયાનો કેવી રીતે વ્‍યૂહાત્‍મક રીતે એકીકળત કરીને બ્રાન્‍ડ માટે માપી શકાય અને બિઝનેસ વળદ્ધિ મેળવી શકાય તે સમજાવવામાં આવશે.

વસંત રાઠોડ (જાગરણ ગ્રુપ)  સમજાવશે કે બદલાતા મીડિયા મિશ્રણમાં Print કેવી રીતે અદ્વિતીય વિશ્વસનીયતા અને લાંબા ગાળાનો બ્રાન્‍ડ વિશ્વાસ ઉભો કરે છે.

મનોજ જસ્‍યાસી (ભારત ર૪) જણાવશે કે બ્રોડકાસ્‍ટમીડિયા કેવી રીતે મોટા પાયે પહોંચ, પ્રભાવ અને રિયલપ્રટાઈમ અસર દ્વારા જનમાનસની ધારણાને આકાર આપે છે.

જયેશ યાજ્ઞિક (મોમ્‍સ આઉટડોર) રજૂ કરશે કે આઉટડોર મીડિયા કેવી રીતે શહેરી પરિસ્‍થિતિમાં ડેટા આધારિત અને હાઈપ્રઇમ્‍પેક્‍ટ વિઝિબિલિટી માધ્‍યમ તરીકે પરિવર્તિત થઈ રહ્યું છે.

ડો. કુશલ સંઘવી (કોમર્ઝ યુ.કે.)  સમજાવશે કે ડીઝીટલ મીડિયા કેવી રીતે પ્રિસિઝન ટાર્ગેટિંગ, પરફોર્મન્‍સ માર્કેટિંગ અને સ્‍કેલેબલ બ્રાન્‍ડ ગ્રોથ માટે સક્ષમ બનાવે છે.

યતિન મહર્ષી (રેડયો મીર્ચી) રજૂ કરશે કે મીર્ચી કેવી રીતે હાયપરપ્રલોકલ એંગેજમેન્‍ટ અને પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્‍મક જોડાણ બનાવે છે.

મોડરેટર ડો. સંતોષ યત્રા (મીકા) આ તમામ દૃષ્ટિકોણોને સંકલિત કરીને એડવર્ટાઇઝર્સ અને એજન્‍સીઓ માટે ભવિષ્‍યમુખી અને સર્વાંગી મીડિયા સ્‍ટ્રેટેજી ફ્રેમવર્ક રજૂ કરશે.

આ ૩ કલાકનો જ્ઞાન કેન્‍દ્રિત ટોકશો  પરંપરાગત મીડિયા શક્‍તિઓ અને નવા યુગની ડિજિટલ તકો વચ્‍ચેનો અંતર ઘટાડવા માટે રચાયો છે, જેથી એડવર્ટાઇઝર્સ અને એજન્‍સીઓ માહિતીસભર અને વ્‍યૂહાત્‍મક મીડિયા નિર્ણયો લઈ શકે.

આ કાર્યક્રમ શનિવાર, ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ હયાત અમદાવાદ ખાતે યોજાશે, જેમાં પસંદગીના એડવર્ટાઇઝર્સ, બ્રાન્‍ડ ઓનર્સ, એજન્‍સી લીડર્સ, મીડિયા પ્‍લાનર્સ અને વરિષ્ઠ મીડિયા પ્રોફેશનલ્‍સ હાજર રહેશે. આ પહેલ અંગે AACA ના પ્રમુખ મનીષ ગાંધીએ જણાવ્‍યું: કે  બદલાતા મીડિયા પરિપ્રેક્ષ્યમાં સ્‍પષ્ટતા, વ્‍યૂહરચના અને દિશા પ્રદાન કરવાનો અમારો હેતુ છે. ૩૫ વર્ષની ઉજવણી સાથે અમારો ફોકસ ગુજરાતના એડવર્ટાઇઝિંગ ઈકોસિસ્‍ટમને રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સાઈટ્‍સ અને ભવિષ્‍યમુખી વિચારો દ્વારા સશક્‍ત બનાવવાનો છે.

ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે ‘‘કોફી ટેબલ બુક ર૦ર૬'' લોન્‍ચ કરવામાં આવશે, જેમાAACA ની સર્જનાત્‍મક સફર અને ૩૫ વર્ષની ગૌરવશાળી વારસાનું દસ્‍તાવેજીકરણ કરવામાં આવશે. આ સ્‍મારક પ્રકાશન દેશભરના મીડિયા હાઉસ, એડવર્ટાઇઝર્સ અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવશે અને ગુજરાતની એડવર્ટાઇઝિંગ શ્રેષ્ઠતાને સમર્પિત મહત્‍વપૂર્ણ યાદગાર તરીકે ઉભરશે. તેમ મનીષ ગાંધીની યાદીમાં જણાવાયું છે.

(2:17 PM IST)