<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

Ips અજય ચૌધરીના બે આર્ટ પ્રદર્શન નિહાળી લોકો આફ્રિન

મહિલાઓ અને બાળકો માટેના કાર્ય માટે જેમને CID માં વિશેષ જવાબદારી સુપ્રત કરી છે તેવા માનવીય અભિગમ ધરાવતા આ અધિકારીના ચિત્રો વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતની આન, બાન અને શાન વધારી રહ્યા છે

રાજકોટ, તા.૭: જેમના ચિત્રો વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતની આન, બાન અને શાન વધારી રહ્યા છે, તેવા સિનિયર IPS અને જેમને સીઆઈડી ક્રાઇમ વિભાગમાં મહિલા સેલના એડિશનલ પોલીસ મહાનિર્દેશક જેવા સ્‍થાને ફરજ સુપ્રત કરી છે, તેવા આ લોકપ્રિય અને વિશાળ શુભેછકો ધરાવતા અજય ચૌધરીના ગાંધીનગર સ્‍થિત મ્‍યુઝિકલ ઓફ કન્‍ટેનપરી આર્ટ ખાતે બબ્‍બે આર્ટ પ્રદર્શન જોવા લોકો મોટી સંખ્‍યામાં ઉમટી રહ્યા છે.

ગાંધીનગર મ્‍યુઝિયમ ઓફ કન્‍ટેમ્‍પરરી આર્ટ (મોકા)માં અજય ચૌધરીના કાર્યો પર આધારિત બે સમકાલીન કલા પ્રદર્શનીઓ લગાવવામાં આવી છે.

પ્રથમ પ્રદર્શની સાયલન્‍ટ સરફેસ ગેલેરી-૧માં લગાવવામાં આવી છે, જેમાં જલરંગ અને હસ્‍તનિર્મિત કાગળ પર આધારિત કાર્ય શામેલ છે.

અજય ચૌધરીએ તેમના ચિત્રોમાં સ્‍થિરતા, સામગ્રીની સંવેદન શીલતા અને ચિંતનશીલ દ્રશ્‍ય અનુભવને ઉભર્યો છે.

બીજી પ્રદર્શની રિડમ્‍સ ઓફ એન્‍સ્‍ટ્રેક્‍શન ગેલેરી-૨માં લગાવવામાં આવી છે, જેમાં કલાકારની ગતિશીલ અને અભિવ્‍યક્‍તિપૂર્ણ શૈલી દર્શાવવામાં આવી છે.

બીજી પ્રદર્શની રિડમ્‍સ ઓફ એન્‍સ્‍ટ્રેક્‍શન ગેલેરી-૨માં લગાવવામાં આવી છે, જેમાં કલાકારની ગતિશીલ અને અભિવ્‍યક્‍તિપૂર્ણ શૈલી દર્શાવવામાં આવી છે.

અજય ચૌધરી એક વરિષ્ઠ પોલીસ અધિકારી છે જેઓ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના રક્ષણ માટે કામ કરી રહ્યા છે. તેઓ ડંડાના બદલે સોફ્‌ટ પુલિસિંગ માટે જાણીતા છે અને તેમની સંવેદનશીલતા માટે પ્રશંસા કરવામાં આવે છે. તેમણે ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની સલામતી માટે ઘણા પગલાં લીધા છે, જેમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઝડપી ચાર્જશીટ દાખલ કરવી અને સંવેદનશીલ વિસ્‍તારોની ઓળખ કરવી સામેલ છે. અજય ચૌધરી એક લેખક પણ છે અને તેમણે ધ એઆઈ એડવાન્‍ટેજ સહિત ઘણા પુસ્‍તકો લખ્‍યા છે, જે નવી ટેકનોલોજી વિશે માહિતી આપે છે. તેમના પત્‍ની દીપશિખા ચૌધરી પણ ખૂબ સારા સિંગર હોવા સાથે તેમના રીલ યુ ટયુબ, ફેસબુક પર ખૂબ પ્રચલિત છે, તેમના પુત્રી પણ નાની ઉંમરે ખૂબ મોટું જ્ઞાન ધરાવે છે

(3:59 PM IST)