હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

અમદાવાદ તા.૭ કીર્તી પટેલની સાથી દિવ્યા સાવલાણી સામે વધુ એક ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચ્યો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ બાદ વિવાદોમાં આવેલી સોશિયલ મીડિયા ફેમ કિર્તી પટેલની મિત્ર દિવ્યા સાવલાણી ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. દિવ્યા સાવલાણી સામે હવે વ્યાજખોરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિવ્યા પાસે નાણા ધીરધારનું કોઈ માન્ય લાઈસન્સ ન હોવા છતાં, તે ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા આપવાનો વ્યવસાય કરી રહી છે.
હપ્તા મોડા ભરતાં તેવર બતાવ્યા
મળતી જાણકારી અનુસાર ફરિયાદીએ દિવ્યા સાવલાણી પાસેથી 30,000 રૂપિયા 10% વ્યાજે લીધા હતા. જોકે વ્યાજખોરીની ચાલ મુજબ દિવ્યાએ હપ્તા પેટે પહેલાથી જ 6000 રૂપિયા કાપી લીધા હતા અને ફરિયાદીના હાથમાં માત્ર 24,000 રૂપિયા જ આપ્યા હતા. જ્યારે ફરિયાદીને બે હપ્તા ભરવામાં મોડું થયું, ત્યારે દિવ્યાએ તેના અસલી તેવર બતાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે દિવ્યાએ તેને ફોન પર ગંદી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઆપી હતી.
જે બાદ કંટાળી ફરિયાદી જૂનાગઢ તાલુકા સ્ટેશનમાં પહોંચ્યો હતો. હાલ પોલીસે દિવ્યા સાવલાણી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાળવા મળ્યું છે કે દિવ્યા સાવલાણી પાસે નાણા ધીરધારનું લાઈસન્સ ના હોવા છતાં લોકોને વ્યાજે રુપિયા આપતી હતી.
અશરફ સીડા આત્મહત્યા પ્રયાસ બાદ ચર્ચામાં આવી હતી દિવ્યા સાવલાણી
ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરીએ અશરફ સીડા નામના યુવકે દિવ્યા અને તેના મળતીયાઓના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકનો આરોપ હતો કે દિવ્યા અને તેના સાથીઓએ 20 લાખની ખંડણી માંગી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ કેસમાં જૂનાગઢ પોલીસે કિર્તી પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ રાણાભાઈ ચાવડા અને વીરમ મેવાડા સામે ખંડણી , દુષ્કર્મમાં ફસાવી દેવાની ધમકી અને હત્યાના પ્રયાસ હેઠળ ગંભીર ગુનો નોંધ્યો હતો. કિર્તી પટેલની સંડોવણીને કારણે આ કેસ સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
આક્ષેપો બાદ જીવન ટૂકાવવાનો પ્રયાસ કર્યો હતો
જે બાદ કાયદાના સકંજામાં આવેલી આરોપી દિવ્યા સાવલાણીએ પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. દિવ્યાનો દાવો છે કે પોલીસે માત્ર કિર્તી પટેલના નામનો ઉપયોગ કરવા અને રાજકીય દબાણ હેઠળ કોઈ પણ તપાસ વિના તેની સામે ગુનો નોંધ્યો છે. તેણે અશરફ સીડા પર આક્ષેપ કર્યો હતો કે તેણે અનેક યુવતીઓની જિંદગી બગાડી છે. હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા બાદ દિવ્યા સાવલાણીની પણ અટકાયત કરવામાં આવી હતી. જે બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાયા હતા. જે બાદ જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM