તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
ખાડિયાને પાકિસ્તાન કહેવું એ ભાજપની જૂની માનસિકતા:ચૂંટણી આવતા જ ભાજપને 'પાકિસ્તાન' યાદ આવ્યું: ઇમરાન ખેડાવાલા
ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ કહ્યું જયારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે ભાજપના નેતાઓને પાકિસ્તાન અને ધાર્મિક ધ્રુવીકરણના મુદ્દાઓ યાદ આવે છે.:તેમણે કહ્યું કે ભૂષણ ભટ્ટ કદાચ આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના પુત્રને મેદાનમાં ઉતારવા માંગે છે

અમદાવાદ :તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે ખાડિયા વિસ્તારના સંદર્ભમાં કરેલી ટિપ્પણીએ વિવાદનું મધપૂડો છંછેડ્યો છે. આ વિડિયોમાં ભૂષણ ભટ્ટ ખાડિયાને 'પાકિસ્તાન' સાથે સરખાવતા જોવા મળે છે, જેના પર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આકરા તેવર બતાવ્યા છે.
ઇમરાન ખેડાવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે ભાજપના નેતાઓને પાકિસ્તાન અને ધાર્મિક ધ્રુવીકરણના મુદ્દાઓ યાદ આવે છે." તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે ભૂષણ ભટ્ટ કદાચ આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના પુત્રને મેદાનમાં ઉતારવા માંગે છે, અને આ માટે તેઓ જ્ઞાતિ-જાતિ વચ્ચે ભેદભાવ ઉભો કરીને મતદારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડાવાલાએ ઉમેર્યું કે ગુજરાતમાં સુરક્ષા અને શાંતિ હોવા છતાં 'પાકિસ્તાન' જેવા શબ્દોનો પ્રયોગ કરીને ભાજપ ભયનો માહોલ પેદા કરવા માંગે છે.
વિવાદ માત્ર ખાડિયા પૂરતો સીમિત નથી. ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પાલડી વિસ્તારમાં અશાંત ધારાના કડક અમલ માટે કરવામાં આવેલા ટ્વીટ પર પણ ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ પક્ષે પોતાના આંતરિક સમીકરણોને આધારે પાલડીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપ પાસે જ્યારે વિકાસના કોઈ નક્કર મુદ્દાઓ હોતા નથી, ત્યારે તેઓ અશાંત ધારો અને ધાર્મિક ટિપ્પણીઓનો સહારો લઈને જનતાને ગેરમાર્ગે દોરે છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
