<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

રાજ્યના બે આઈએએસ અધિકારીઓની બદલી, અવની વોરા અને ટેકચંદ તીર્થાણીને નવી જવાબદારી સોંપાઈ

ખેડા અને રાજકોટના અધિક કલેક્ટરોની ગાંધીનગર ખાતે બદલીના આદેશ જારી

રાજકોટ: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક જાહેરનામું બહાર પાડીને રાજ્યના બે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ખેડા-નડિયાદ અને રાજકોટના સુપરન્યુમરરી અધિક કલેક્ટરોને ગાંધીનગરમાં નવી નિમણૂક આપવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બે આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

૭ એપ્રિલ, ૨૦૨૬ના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ, ખેડા-નડિયાદના સુપરન્યુમરરી અધિક કલેક્ટર સુશ્રી અવની ચિત્તરંજન વોરાની બદલી કરી તેમને ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશનમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમના સ્થાનેથી શ્રી પી.ડી.પલસાણા વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.

આ ઉપરાંત, રાજકોટના સુપરન્યુમરરી અધિક કલેક્ટર શ્રી ટેકચંદ છત્રભુજ તીર્થાણીની બદલી કરીને તેમને ગાંધીનગરમાં ગ્રામ્ય વિકાસ કમિશનરેટમાં અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂકથી શ્રી બી.એમ.પ્રજાપતિ વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.

અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા આ આદેશ જારી કરાયો છે

(10:08 PM IST)