<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

STના પાસ મુસાફરો હવે ઓનલાઈન કઢાવી શકશે

અપડાઉન કરતા મુસાફરોને આખરે રાહત : ઓનલાઇન પાસની સેવા બંધ કરાતાં મુસાફરોને મેન્‍યુઅલ પદ્ધતિથી પાસ કઢાવવામાં મુશ્‍કેલી નડતી હતી

અમદાવાદ,તા.૦૮: ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. ટેક્રિકલ કારણોસર જે ઓનલાઈન પાસ સેવા સ્‍થગિત કરવામાં આવી હતી, તેને હવે નિગમના ઇનહાઉસ સોફટવેર દ્વારા અપગ્રેડ કરીને ફરીથી કાર્યરત કરવામાં આવી છે.

એસટી નિગમના આ નિર્ણયથી ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાથીઓ, જેઓ દૈનિક અપ-ડાઉન કરે છે, તેઓને મોટી રાહત મળશે. અગાઉ આ સેવા બંધ થવાને કારણે મુસાફરોને મેન્‍યુઅલ પદ્ધતિથી  પાસ કઢાવવામાં મુશ્‍કેલી પડતી હતી, પરંતુ હવે ટેકનોલોજીના ઉપયોગથી આખી પ્રક્રિયા વધુપારદર્શક અને ઝડપી બની છે. મુસાફરો હવે કોઈપણ ખચકાટ વગર ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવી શકશે.

નવી સિસ્‍ટમની મુખ્‍ય વિશિષ્ટતાઓ

ડિજિટલ પેમેન્‍ટની સુવિધાઃ હવે મુસાફરો પોતાના પાસનું પેમેન્‍ટ ક્‍યુઆર કોડ સ્‍કેન કરીને ઓનલાઈન માધ્‍યમથી ખૂબ જ સરળતાથી કરી શકશે.

સમયની બચતઃ લોકલ અને એક્‍સપ્રેસ બસોમાં મુસાફરી કરતા અંદાજે બે લાખથી વધુ મુસાફરોએ હવે પાસ મેળવવા માટે બસ સ્‍ટેશનો પર લાંબી કતારોમાં ઊભા રહેવું નહીં પડે.

સરળ પ્રક્રિયાઃ મુસાફરો પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠા પાસ માટે અરજી કરી શકશે અને પેમેન્‍ટ પૂર્ણ થયા બાદ તેમની નજીકના કોઈપણ બસ સ્‍ટેશન પરથી પાસની પ્રિન્‍ટ મેળવી શકશે.

સ્‍વનિર્ભર ટેક્રોલોજીઃ આ સિસ્‍ટમ એસ.ટી. નિગમ દ્વારા પોતાના ઈનહાઉસ સોફટવેર દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેથી ભવિષ્‍યમાં ટેકનિકલ ખામીઓનું નિવારણ ઝડપથી આવી શકે.

(10:22 AM IST)