તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ભાવનગર પોલીસ હાથે ઝડપાયેલ ગેંગ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ૨૧ કરોડ, ૩૭ લાખથી વધુ રકમનો ફ્રોડ કર્યો છે
મુખ્ય ગેંગસ્ટર સહિત ૧૦ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહીની વાયરલ કિસ્સા પરથી એસપી નીતેશ પાંડે અકિલા સમક્ષ ધડાકા જેવી વિગતો વર્ણવી જુદા જુદા અરજદારોને લલચાવી ફોસલાવી તેમના નામના એક્સાઉન્ટ્સના ભાડે અથવા બીજી રીતે મેળવી સાયબર ક્રાઇમના ભોગ બનનારા લોકોના નાણા જમા કરાવી, રોકડા અથવા પ્રતિબંધિત ક્રિપ્ટો કરન્સીમાં જમા કરાવી દેતા હોવાનો ઘટસ્ફોટ થયાનું ટીમ સુકાની જીલ્લા પોલીસ વડાનો વિસ્ફોટક ખુલાસો

રાજકોટ, તા.૮: દેશના વિવિધ રાજ્યોમાં આ ગેંગના ગેંગલીડર. આ કામનો ગેંગ લીડર તેની નીચે મેનેજર જેવા માણસો રાખી તેઓને સાયબર ફ્રોડના નાણાને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ગુજરાતના અલગ અલગ રાજ્યના નાગરીકોને ભોળવીને તેઓના મળતીયા માણસો મારફતે અલગ અલગ રાષ્ટ્રીયકળત બેંક તથા પ્રાઇવેટ બેંકોમા એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટની કીટ જેવી કે (પાસબૂક, ચેકબુક. એ.ટી.એમ કાર્ડ, મોબાઇલ સીમકાર્ડ) જેવી વસ્તુ આ કામના ગેંગ-લીડરોને મોકલીને ફ્રોડના પૈસા તેમા જમા કરાવીને આ પૈસા ઉપાડવા માટે પગાર ઉપર તેમજ કમીશન ઉપર માણસો રાખીને ખુબ જ મોટી સંખ્યામા ફોડ એમાઉન્ટને બેંકમાથી ચેક તથા એ.ટી.એમ મારફતે રોકડમાં રૂપાંતરીત કરી તેમના મેનેજરો મારફતે આંગડીયા પેઢી દ્વારા અલગ અલગ જગ્યાએ આંગડીયા કરેલ હોય અને ત્યારબાદ આ પૈસાને ક્રીપટો કરન્શી તેમજ યુ.એસ.ડી.ટી મા કનવર્ટ કરી વિદેશમા ફ્રોડ એમાઉન્ટના નાણા મોકલવાનુ મોટુ સ્કેન્ડલ ચલાવવુ.
હોવાનું બહાર આવતા તમામ આરોપીઓ સામે ગુજસીટોક કલમ લગાડવાનું રેન્જ વડા શ્રી. રાજેન્દ્ર અસારી સાથે ચર્ચા કરી નિર્ણય લેવાયો હોવાનું અકિલા સમક્ષ ભાવનગર એસપી નીતેશ પાંડે દ્વારા જણાવાયું હતું
ગામ, તા.ઘોઘા જી.ભાવનગર
બ્લ્
માહીન સ.ઓ. યુનુસભાઇ અબ્દુલભાઇ કુરેશી, રહેવાસી- પ્લોટ નં.૧૦૨, લુહાર ચોક, વાળુકડ ગામ, તા.ઘોઘા જી.ભાવનગર
??
મીહીરભાઇ સન/ઓ ભગવાનભાઇ પાંચાભાઇ સરવૈયા રહેવાસી પ્લોટ નં.૧૨/બી, ઓમ નમઃશિવાય સોસાયટી. ફુલસર, સ્વામી નારાયણ ગુરુકુળ પાછળ, ભાવનગર
??
અમનભાઇ સ.ઓ ઇસુફભાઇ અબ્દુલકાદર ઓફથાની રહેવાસી બ્લોક નં. ૪૩/એ, કે.જી.એન. મસ્જીદ પાસે, જમનાકુંડ, સાઢીયાવાડ, ભાવનગર
??
હર્ષદસિંહ અનકુભા સરવૈયા રહેવાસી-પંચવટી સોસાયટી, નારી ચોકડી, જયરાજસિંહ ગોહિલના મકાનમાં વરતેજ, તા.જી. ભાવનગર. મુળ રહે ગામ વાટલીયા, તા. તળાજા, જી. ભાવનગર
??
દીપકભાઇ વિઠ્ઠલભાઇ ગોહીલ, રહેવાસી મકાન નં-૫૦૩, કેપીટલ પોઇન્ટ, છાપરા ભાઠ્ઠા, અમરોલી, સુરત મુળગામ- મીંયા ખીજડીયા તા.જી.અમરેલી
આ કામના આરોપીઓએ ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી ૅંશ્વીિર્ંઁશદ્યફૂફુ ણૂશ્વશળફૂ તક્કઁફુશણર્ૂીદ્દફૂૅ બનાવી સંગઠીત થઈ પોતાની ટોળકીનો ગુનાહિત હેતુ સિધ્ધ જુદા-જુદા વ્યક્તિઓના બેંક ખાતા સાયબર ક્રાઈમની ફ્રોડ એકટીવીટી માટે ભાડે અથવા કમિશનથી મેળવી તે ખાતાઓમાં સાયબર ક્રાઈમ ના ભોગબનનાર વ્યક્તિઓના નાણા મેળવી તે નાણા બેંક ખાતાની ઓનલાઈન નેટ બેંકીંગ સુવિધા મારફતે અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી જુદી જુદી રીત થી રોકડમાં રૂપાંતરીત કરી અથવા તે ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી મેળવી લઈ. આ ટોળકી દ્વારા આવા ગંભીર -કારના ગુના આશરે છેલ્લા ત્રણ વર્ષથી આચરવામા આવેલ છે.
તેમ જેમના નેતળત્વ હેઠળ આ કાર્યવાહી થયેલ છે તેવા ભાવનગર એસપી નીતેશ પાંડે દ્વારા વિશેષમાં જણાવેલ
ભ્. નિતેશ પાંડેએ વધુમાં ધડાકા જેવી માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ પોર્ટલ ચકાસતા ૨૧ કરોડ ૩૭ લાખનો ફ્રોડ થયો છે. ૧૩૪ જેટલા મયુલ એકાઉન્ટ્સ અને ૨૭૨ થી વધુ લોકો શિકાર બન્યા છે , અમારી ટીમ દ્વારા રાત દિવસની જહેમતથી ૮.૧૧ કરોડના ફ્રોડના આધાર પુરાવા મળ્યા છે. અત્રે એ યાદ રહે કે રાજ્યના ગળહમંત્રી સાયબર ક્રાઈમ અંગે ખૂબ જાગળત રહી , ગાંધીનગરમાં આખું વિશાળ માળખું રુજિયનવાયઝ ગોઠવી રહ્યા છે, ત્યારે સ્વભાવિક ભાવનગરના આ -કરણ અંગે નોંધ લીધી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
